Home અન્ય રાજ્ય મધ્યપ્રદેશના ઈન્દિરા સાગરનુ પાણી સરદાર સરોવરમાં આવતા નર્મદા ડેમની જળસપાટી વધશે

મધ્યપ્રદેશના ઈન્દિરા સાગરનુ પાણી સરદાર સરોવરમાં આવતા નર્મદા ડેમની જળસપાટી વધશે

15
0

(જી.એન.એસ),તા.૦૫

મધ્યપ્રદેશ,

મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વ્યાપક વરસાદ વરસ્યો છે. મધ્યપ્રદેશમાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે, ઈન્દિરા સાગર ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. વરસાદી પાણીની આવકને જોતા, મધ્ય પ્રદેશના તંત્રે, ઈન્દિરા સાગર ડેમના 12 દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ઈન્દિરા સાગર જળાશયનું પાણી સરદાર સરોવર નર્મદા ડેમમાં આવશે. જેથી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થશે. મધ્ય પ્રદેશમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે,  ઈન્દિરા સાગર ડેમની જળસપાટી હાલમાં 258.70 મીટરે પહોંચી છે. હાલમાં ઈન્દિરા સાગર ડેમમાં, ઉપરવાસના વરસાદી પાણીની સાથેસાથે અન્ય ડેમમાંથી પણ વરસાદી પાણી આવી રહ્યું છે. જેના કારણે મધ્યપ્રદેશના સિચાઈ વિભાગે, ઈન્દિરા સાગર ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે. ઈન્દિરા સાગરના 12 પૈકી 8 ગેટ 2.50 મીટર અને 4 ગેટ 3.00 મીટર ખોલવામાં આવશે. આ ઉપરાંત જળવિદ્યુત મથક પણ રાઉન્ડ ધી ક્લોક ચાલુ રાખવામાં આવ્યા છે. ઈન્દિરા સાગર ડેમમાંથી 3,23,820 ક્યુસેક પાણી છોડવામાં આવશે. જે આશરે 32 કલાક બાદ, આ પાણીની આવક સરદાર સરોવરમાં થવાનું શરૂ થતાં, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેર બજારમાં કડાકો, સેન્સેક્સ પણ 2.5% ના ઘટાડા સાથે ખુલ્યો. નિફ્ટી ફિફ્ટી 24,200ની નીચે સરકી ગયો
Next articleવડોદરાની SSG હોસ્પિટલ ફરી વિવાદમાં આવી