Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદની 15 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ગાંધીનગરમાં દુષ્કર્મ કરનાર વિધર્મી યુવકની...

અમદાવાદની 15 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ગાંધીનગરમાં દુષ્કર્મ કરનાર વિધર્મી યુવકની ધરપકડ કરતી પોલીસ

17
0

(જી.એન.એસ) તા. 5

અમદાવાદ/ગાંધીનગર,

અમદાવાદમાંથી એક આઘાતજનક અને હચમચાવીનાખનાર કિસ્સો સામે આવ્યો હતો જેમાં, એક 15 વર્ષની સગીરાનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. વિધર્મી યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને મળવા બોલાવી હતી. જે બાદ ગાંધીનગર પાસે લઈ જઈ એક મકાનમાં તેની પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું અને બાદમાં તેને રિવરફ્રન્ટ પાસે મૂકીને ફરાર થઈ ગયો. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ ના ગાયકવાડ હવેલી પોલીસે અકીલ મલેક નામના યુવકની સગીરા સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવાના ગુનામાં ધરપકડ કરી છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને એક મિત્ર મારફતે આરોપી અકીલ મલેક સાથે એક મહિના પહેલા સંપર્ક થયો હતો. જે બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે તથા વાતચીત શરૂ થઈ હતી. 31 જુલાઈના રોજ આરોપીએ સગીરાને મળવા માટે જમાલપુર પાસે બોલાવી હતી. જ્યાંથી સગીરાને ગાંધીનગર ખાતે જાસપુરમાં લઈ ગયો હતો. જ્યાં તેણે એક મિત્રની ઓરડીમાં સગીરા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.

જેના બીજા દિવસે આરોપી સગીરાને પાલડી રિવરફ્રન્ટ ખાતે મૂકીને ફરાર થઈ ગયો હતો. સગીરા ઘરેથી નીકળી હોય અને પરત ન આવતા તેની માતાએ આ બાબતને લઈને શોધખોળ કરી હતી. જ્યારે બીજા દિવસે સગીરા ઘરે પરત ફરતા માતા પિતાએ પૂછતા આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. અંતે આ ઘટનાને લઈને સગીરાની માતાએ ગાયકવાડ હવેલી પોલીસ મથકે અકીલ મલેક સામે દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી ગાંધીનગરના જલોદ ગામ, મોટી આદરેજનો રહેવાસી છે અને ઘોડાગાડી ચલાવવાનું કામકાજ કરે છે. હાલ તો અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસે આ સમગ્ર મામલે આરોપીને વધુ પૂછપરછ હાથ ધરી છે. સગીરાને અગાઉ મળ્યો છે કે કેમ અને તેણે આ કામ માટે કોની કોની મદદ લીધી છે, તે તમામ દિશામાં આરોપીની તપાસ કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત સરકારે અરબી સમુદ્રમાં માછીમારી પ્રવૃતિ પરનો પ્રતિબંધ 15 ઓગસ્ટ સુધી લંબાવતા કોંગ્રેસના આકરા પ્રહાર
Next articleભારતીય શેર બજારમાં કડાકો, સેન્સેક્સ પણ 2.5% ના ઘટાડા સાથે ખુલ્યો. નિફ્ટી ફિફ્ટી 24,200ની નીચે સરકી ગયો