Home મધ્ય ગુજરાત અમદાવાદ NSUI દ્વારા અમદાવાદ યુનિવર્સિટીમાં બી.કોમ અને બીબીએ સહિતના અભ્યાસક્રમની ફીમાં થયેલા નોંધપાત્ર...

NSUI દ્વારા અમદાવાદ યુનિવર્સિટીમાં બી.કોમ અને બીબીએ સહિતના અભ્યાસક્રમની ફીમાં થયેલા નોંધપાત્ર વધારા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન

20
0

(જી.એન.એસ) તા. 5

અમદાવાદ,

અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. બીકોમ અને બીએ જેવા કોર્ષની વાર્ષિક ફી 4.60 લાખ રાખવામાં આવતા અગાઉ 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં માગણી ન સ્વીકારવામાં આવતા સોમવારે (5 ઓગસ્ટ) NSUIના કાર્યકરોએ ફરીથી અમદાવાદ યુનિવર્સિટીમાં ધસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ઘેરી કાર્યકરોએ ધક્કે ચડાવ્યા હતા. જે બાદ પોલીસે કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. થોડીવાર માટે યુનિવર્સિટીનું કેમ્પસ યુદ્ધનું મેદાન હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. બીજી તરફ મોંઘી ફી અંગે યુનિવર્સિટીના કોમ્યુનિકેશન ઓફિસરે અટપટું કારણ આપ્યું છે.

રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં બીકોમ, બીએ જેવા સામાન્ય કોર્ષની વાર્ષિક ફી 5થી 6 હજાર રૂપિયા છે. જ્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્ષની વાર્ષિક ફી 4.60 લાખ રાખવામાં આવી છે. જેને લઇને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આજથી પાંચ દિવસ પહેલાં NSUIએ યુનિવર્સિટીને 24 કલાકમાં ફી ઘટાડવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ સાથે સરકારને પણ ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવા માગ કરી હતી. આગાઉ આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થતાં NSUIના કાર્યકરો યુનિવર્સિટીઓ પહોંચ્યા હતા. જ્યાં સિક્યોરિટી દ્વારા મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવ્યો હતો.

NSUIના કાર્યકરો યુનિવર્સિટીના ગેટ પર બેસી ગયા હતા. આ સાથે સિક્યોરિટી ગાર્ડે ગેટ પર સાંકળ મારીને કાર્યકરોને ગેટ કૂદતા રોક્યા હતા. કાર્યકરોએ છલાંગ લગાવી યુનિવર્સિટીમાં કૂદતા કાર્યકરો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ NSUIના કાર્યકરોએ ગેટની સાંકળ તોડીને યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો અને અંદર જઈને ધરણાં પર બેઠા હતા. આ દરમિયાન જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ઘેરી યુનિવર્સિટીમાંથી બહાર ધક્કે ચઢાવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉપરવાસમાં ભારે વરસાદ થતાં સરદાર સરોવર ડેમમાં 60 ટકાથી વધુ જળસંગ્રહ
Next articleરાજકોટ મનપાના લોકદરબારમાં પૂર્વ મેયરની ટકોર બાદ કોંગ્રેસના આગેવાનો વિફર્યા