Home ગુજરાત 72 વર્ષીય વૃદ્ધની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના કેસમાં સુરત...

72 વર્ષીય વૃદ્ધની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના કેસમાં સુરત પોલીસે 2 ની ધરપકડ કરી

22
0

(જી.એન.એસ) તા. 5

સુરત,

સુરત પોલીસને વધુ એક મોટો ગુનો ઉકેલવામાં સફળતા મળી છે, ભેંસાણ ગામ ખાતે રહેતા 72 વર્ષીય વૃદ્ધની ગામમાં આવેલ કિંમતી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી જમીન માફિયાઓએ જમીન પચાવી પાડી હતી. ટોળકીએ વૃદ્ધના આધારકાર્ડ અને પાનકાર્ડમાં ફોટા સાથે ચેડાઓ કરી બોગસ દસ્તાવેજ બનાવ્યા બાદ જમીન ખરીદનાર પાસેથી 3.41 કરોડ પડાવી લીધા હતા. જોકે, વૃદ્ધાને આ અંગે જાણ થતા સબ રજીસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી આપી હતી. આ મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

ભેંસાણગામ માં આવેલ પારસી ફળિયા ખાતે રહેતા અને પાલ ગ્રીન સીટી રોડ ગેલેક્ષી સર્કલ પાસે નિશાલ સોપીંગ સેન્ટરમાં ઓફિસ ધરાવતા 72 વર્ષીય કુરૂષ રૂસ્તમજી પટેલની ભેંસાણ ગામે જમીન આવેલી છે. આ જમીન ઉપર ઝાકીર ગુલામઅલી નકવી, અકબરમીયા નથુમીયા કાદરી, મુકેશ મનસુખ મેદપરા અને પિયુષકુમાર જંયતીલાલ શાહની દાનત બગડી હતી અને જમીન પચાવી પાડવા માટે પિયુષ શાહએ જમીન માલીક કુરુષભાઈ પટેલના આધારકાર્ડ અને પાનકાર્ડમાં ફોટા સાથે ચેડા કરી ઝાકીર અને અકબરમીયાનો ફોટાવાળા બનાવ્યા હતા.

ગેરકાયદેસર અને બોગસ ડોક્યુમેન્ટ ના આધારે જમીનનો બારોબાર સોદો કરી જમીન ખરીદનાર પાસેથી રૂપિયા 3,41,51,000 પડાવી લીધી હતા. આરોપીઓ એ જમીનના દસ્તાવેજ બનાવી તેમાં કુરુષભાઈ પટેલની સહી કરી બોગસ પુરાવા ઉભા કર્યા હતા. દરમ્યાન કુરુષભાઈને માર્કેટમાંથી તેમની જમીનના બોગસ દસ્તાવેજ બન્યા હોવાની ખબર પડતા તેઓએ તાકિદે નાનપુરા બહુમાળી બિલિ્ંડંગમાં આવેલ હજીરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં તેમની જમીન મામલે વાંધા અરજી આપી હતી. ​​​​​​​

મુકેશ અને ઝાકીર સબ રજીસ્ટ્રાર કચેરીમાં તેમની જમીનના બોગસ દસ્તાવેજ બનાવવા માટે ગયા હતા. તે વખતે વાંધા અરજીના આધારે સબ રજીસ્ટ્રારે કુરુષભાઈને જાણ કરતા તેઓ પહોચી બંને જણાને ઝડપી પાડ્યા હતા. પોલીસ કુરુષભાઈ પટેલની ફરિયાદ લઈ ચારેય સામે ગુનો દાખલ કરી મુકેશ મેદપરા અને ઝાકીર નકવીની ધરપક઼ડ કરી અગાળની કાર્યવાહી હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆદિજાતિના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં વિસ્તરી છે શિક્ષણની ક્ષિતિજો, સમરસ હોસ્ટેલમાં 30% બેઠકો આદિવાસી વિદ્યાર્થીઓ માટે અનામત
Next articleગુજરાત સરકારે અરબી સમુદ્રમાં માછીમારી પ્રવૃતિ પરનો પ્રતિબંધ 15 ઓગસ્ટ સુધી લંબાવતા કોંગ્રેસના આકરા પ્રહાર