Home રમત-ગમત Sports ભારતીય મહિલા ગોલ્ફર દીક્ષા ડાગરની કારને પેરિસમાં અકસ્માત નડ્યો 

ભારતીય મહિલા ગોલ્ફર દીક્ષા ડાગરની કારને પેરિસમાં અકસ્માત નડ્યો 

126
0

(જી.એન.એસ) તા. ૧

 ભારતીય મહિલા ગોલ્ફર દીક્ષા ડાગરની કારને પેરિસમાં અકસ્માત નડ્યો હતો, આ અકસ્માતમાં દીક્ષાને ઈજા પહોંચી હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે. જોકે મળતી માહિતી અનુસાર તેને ગંભીર ઈજા થઈ નથી. પરંતુ તેની માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિકમાં મહિલા ગોલ્ફ ઈવેન્ટ 7 થી 10 ઓગસ્ટ સુધી યોજાવાની છે. દરમિયાન દીક્ષાની મેચ 7મી ઓગસ્ટે યોજાશે. દીક્ષા ઉપરાંત અદિતિ અશોક પણ ભારતમાંથી મહિલા ગોલ્ફ ઈવેન્ટમાં ભાગ લઈ રહી છે. 

દીક્ષા ડાગર 7 ઓગસ્ટથી શરૂ થનારી મહિલા ગોલ્ફ સ્પર્ધામાં ભાગ લેવા પેરિસ પહોંચી હતી. 30મી જુલાઈની સાંજે પેરિસમાં દીક્ષા ડાગરની કારનો અકસ્માત થયો હતો. તેની માતા ઘાયલ થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને પીઠમાં ઈજા થઈ છે. દીક્ષા ઠીક છે અને તે પેરિસ ઓલિમ્પિકમાં તેની મેચમાં ભાગ લેશે તેવી માહિતી મળી છે. અકસ્માત સમયે કારમાં પરિવારના 4 સભ્યો હાજર હતા. માતાને પીઠમાં ઈજા થઈ હતી, જ્યારે ભાઈને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે પિતા અને દીક્ષાને કોઈ ખાસ ઈજા થઈ ન હતી. માતા હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે.

ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન દીક્ષા ડાગર પેરિસમાં તેની બીજી ઓલિમ્પિક રમી રહી છે. 23 વર્ષની દીક્ષા ડાગરે ગત ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો. આ રીતે તેણે ઈતિહાસ રચ્યો. દીક્ષા ઓલિમ્પિક અને ડેફલિમ્પિક્સ બંનેમાં ભાગ લેનારી પ્રથમ ગોલ્ફર બની હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્પા મસાજની આડમાં દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચલાવનારને ઝડપી પાડતી સુરત પોલીસ
Next articleઆજ નું પંચાંગ (02/08/2024)