અમદાવાદથી દુબઈ જઈ રહેલા યાત્રીઓએ હાબાળો કર્યો
(જી.એન.એસ) તા. ૧
અમદાવાદ,
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ફ્લાઈટના યાત્રીઓ દ્વારા હોવાળો કરવામાં આવ્યો છે. આ બાબતે મળતી વિગતો પ્રમાણે અમદાવાદથી દુબઈ જઈ રહેલા યાત્રીઓએ હાબાળો કર્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સ્પાઈસ જેટની SG057 નંબરની ફ્લાઈટ સવારે 09:55 કલાકે દુબઈ માટે ઉડાન ભરવાની હતી. પરંતુ સાંજના 6 વાગ્યા સુધીમાં પણ ઉડાન માટે કોઈ જાણકારી આપવામાં આવી નથી રહીં. જેના કારણે યાત્રીઓએ હોબાળો મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. સવારની ફ્લાઈટ જે હજી સુધી ઉડાન ન ભરતા યાત્રીઓ સ્પાઈસ જેટ કંપની પર રોષે ભરાયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે સાથે યાત્રીઓએ એરપોર્ટ પર ‘સ્પાઈસ જેટ હાય હાય’ના નારા લાગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફ્લાઈટ 10 કલાક ડિલેય થતા યાત્રીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ યાત્રીઓના કહેવા પ્રમામે સ્પાઈસ જેટ થકી નતો જમવાનું આપવામાં આવ્યું છે કે, ના તો પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે.
ફ્લાઈટ લેટ થતા અમદાવાદ એરપોર્ટ મુસાફરોને ભુખ્યા અને તરસ્યા રહેવું પડ્યું હતું. વિગતો એવી પણ સામે આવી છે કે, જ્યારે યાત્રીઓ ફ્લાઈટ લેટ થવાનું કારણ પૂછ્યું તો સ્પાઈસ જેટના કર્મચારીઓના મૌન સેવ્યું હતું. આ સાથે કેટલાકનું કહેવું છે કે, આગળથી ક્લિયરન્સ ન મળતુ હોવાનુ કારણ કર્મચારીઓએ મુસાફરોને જણાવ્યું હતું. આખરે શા માટે યાત્રીઓને આટલી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો? જો કોઈ સંજોગોમાં ફ્લાઈટ લેટ થયા છે તો ફ્લાઈટ કંપની દ્વારા યાત્રીઓની સુવિધાનું ધ્યાન રાખવાનું હોય છે. પરંતુ અહીં યાત્રીઓએ આરોપ લગાવ્યો છે કે, કંપની દ્વારા કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નથી. જેથી યાત્રીકો વધારે રોષે ભરાયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.