Home ગુજરાત મહેસાણામાં કડીના થોળ ગામે ખોદકામ દરમ્યાન જૈન ભગવાનની મુર્તિઓ મળી

મહેસાણામાં કડીના થોળ ગામે ખોદકામ દરમ્યાન જૈન ભગવાનની મુર્તિઓ મળી

18
0

(જી.એન.એસ) તા. ૧

મહેસાણા,

મહેસાણામાંથી ખોદકામ દરમ્યાન જૈન ભગવાનની મુર્તિઓ મળવાનો કિસ્સો સામે આવ્યો હતોજેમાં કડીના થોળ ગામે ખોદકામ દરમ્યાન ભગવાનની મુર્તિઓ મળી છે. થોળ ગામના મોટા વાસમાંથી મૂર્તિઓ મળી. ખાળકુવાના ખોદકામમાં જૈન ભગવાનની મૂર્તિઓ મળી. 13 જેટલી મૂર્તિઓ જમીનના પેટાળમાંથી મળી આવી હતી.

થોડા સમય પહેલા ઈડરીયા ગઢ પરથી નવીન ભવનના ખોદકામ દરમ્યાન અંદાજે ૧૫૦૦ વર્ષ પૂરાણી મૂર્તિઓ મળી આવતા ત્યાં કામ કરી રહેલા લોકો પ્રથમ નજરે અચંબિત થયા હતા. જોકે બાદમાં ભગવાનની મૂર્તિઓ હોવાનું માલુમ થતા કામદારોએ સૌ પ્રથમ પુરાતન ખાતાને તેમજ જૈન અગ્રણીઓને જાણ કરી જણાવતા જૈન આગેવાનોએ આ મૂર્તિઓ જૈન ભગવાનની હોવાનું ઓળખ કર્યું હતુ. ઈડરિયા ગઢ પર જૈન મંદિર પાસે નવીન ભવન માટે ખોદકામ દરમિયાન ૧૫૦૦ વર્ષ પુરાણી જૈન ભગવાન ની મૂર્તિ સહિત કેટલાક પુરાતન અવશેષો મળી આવતા શહેરના જૈન સમાજ સહિત પુરાતત્વ વિદો માં આનંદ છવાયો છે આ અતિ પ્રાચીન મૂર્તિ સહિત અવશેષોને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઈડરિયા ગઢ પર દિગંબર જૈન મંદિર પાસે નવીન સંત ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અહીં રવિવારે સવારે જેસીબી મશીનથી પાયાના ખોદકામ દરમિયાન એક પ્રાચીન મૂર્તિ તથા કેટલાંક પુરાતન અવશેષો જોવા મળતાં સ્થળ પર હાજર કામદારો દ્વારા જૈન સમાજના અગ્રણીઓ ને જાણ કરાઇ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article19મી જુલાઇ 2024થી AESના દૈનિક નોંધાયેલા નવા કેસમાં ઘટાડો થતો જોવા મળે છે
Next articleસ્પાઈસ જેટની SG057 નંબરની ફ્લાઈટ સવારે 09:55 કલાકે ઉડાન ભરવાની હતી પરંતુ સાંજના 6 વાગ્યા સુધીમાં પણ ઉડાન માટે કોઈ જાણકારી આપવામાં ના આવી