Home દુનિયા - WORLD પેરિસ ઓલિમ્પિક 2024ના પાંચમા દિવસે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન 

પેરિસ ઓલિમ્પિક 2024ના પાંચમા દિવસે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન 

126
0

(જી.એન.એસ) તા. 31

પેરિસ,

 પેરિસ ઓલિમ્પિક 2024 માં પાંચમો દિવસ ભારત માટે ઘણો ખાસ રહ્યો છે. બેડમિન્ટનમાં પીવી સિધું અને લક્ષ્ય સેને જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આ સિવાય બોક્સિંગમાં લવલીના બોર્ગોહેને પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ શ્રીજા અકુલાએ ટેબલ ટેનિસ સિંગલ્સ વિમેન્સ રાઉન્ડ ઓફ 32 માં સિંગાપોરની ખેલાડી સામે પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ આગામી 3 ગેમ જીતીને શાનદાર પુનરાગમન કર્યું હતું અને જીત મેળવી હતી. આ સિવાય આજે તીરંદાજીમાં બેક ટુ બેક સળંગ બે મેચ જીતીને દીપિકા કુમારીએ સીધા રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ મેળવી લીધો છે. હવે દીપિકા કુમારી આ વર્ષના ઓલિમ્પિકમાં વધુ એક મેડલ જીતવાની નજીક જઈ રહી છે.

ભારતને પેરિસ ઓલિમ્પિકમાં પણ પીવી સિંધુ પાસેથી મેડલની આશા છે. હાલમાં પીવી સિંધુએ સતત બે જીત મેળવી છે, જે તેમના શાનદાર પ્રદર્શનનું પ્રતિબિંબ છે. બુધવારે એસ્ટોનિયાની કુબા ક્રિસ્ટિન સામે રમાયેલી મેચમાં પીવી સિંધુએ 21-5 અને 21-10થી જીત મેળવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સિંધુની જીત બાદ, લક્ષ્ય સેનેની જીતની આશા હતી, અને તેણે ચાહકોને નિરાશ કર્યા વગર શાનદાર વિજય નોંધાવ્યો. પહેલા સેટમાં શરૂઆત સારી ન હોવા છતાં, લક્ષ્ય સેને જોરદાર વાપસી કરી અને ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને 21-18, 21-12થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

દીપિકા કુમારીએ આજે પેરિસ ઓલિમ્પિકમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. બેક ટૂ બેક સળંગ બે મેચ જીતીને તેઓ સીધા રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરી ચુક્યા છે. હવે દીપિકા કુમારી આ વર્ષના ઓલિમ્પિકમાં વધુ એક મેડલ જીતવાની નજીક જઈ રહી છે. જો કે, અહીંથી પણ તેણે કેટલીક મેચો પોતાના પક્ષમાં જીતવી પડશે. હવે દીપિકા કુમારી ફરી એકવાર 3 ઓગસ્ટે તીરંદાજી માટે મેદાનમાં ઉતરશે.

ભારતીય પેડલર શ્રીજા અકુલાએ બુધવારે પેરિસ ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની રાઉન્ડ ટેબલ ટેનિસ મેચના અંતિમ 16માં પ્રવેશ કરવા માટે તેના સિંગાપોરની હરીફ જિયાન ઝેંગને હરાવી હતી. ભારતીય પેડલરે રાઉન્ડ ઓફ 32 મેચ 4-2 (9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10)થી જીતી હતી. બુધવારે સાઉથ પેરિસ એરેનામાં મેચ 51 મિનિટ સુધી ચાલી હતી.

પાંચમા દિવસે ભારતીય ખેલાડીઓએ બેડમિંટન અને બોક્સિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પીવી સિંધુ, લક્ષ્ય સેન અને લવલીના બોર્ગોહેન સહિતના ખેલાડીઓએ દેશનું નામ રોશન કર્યું છે. આપણે આશા રાખીએ છીએ કે આ ખેલાડીઓ આગળ પણ આવું જ શાનદાર પ્રદર્શન કરતા રહેશે અને દેશને પદક અપાવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજી હાઈકોર્ટ દ્વારા મંજૂર
Next articleગુજરાતમાં IAS અધિકારીઓની બદલીઓ ઓર્ડર; M K દાસની મુખ્યમંત્રી કાર્યાલયમાં વાપસી