(જી.એન.એસ) તા. 31
નવી દિલ્હી,
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સંસદમાં જણાવ્યું હતું કે, કેરળમાં વિનાશક ભૂસ્ખલનની ઘટનાના સાત દિવસ પહેલા કેરળ ની રાજ્ય સરકારને પૂર્વ ચેતવણી આપવામાં આવી હતી અને 23 જુલાઈ NDRF ની નવ ટીમો પણ ત્યાં મોકલવામાં આવી હતી, પરંતુ જો રાજ્ય સરકાર ‘અલર્ટ’ હોત તો. આ ટીમોને જોયા પછી પણ ઘણું બચાવી શકાયું હોત. કેરળના વયનાડ જિલ્લામાં વિનાશક ભૂસ્ખલનને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ગૃહમાં લાવવામાં આવેલા ધ્યાનાકર્ષક પ્રસ્તાવ પર વિવિધ પક્ષોના સભ્યો દ્વારા માંગવામાં આવેલી સ્પષ્ટતાના જવાબમાં કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું હતું.
સંસદમાં ચર્ચા દરમિયાન ઘણા સભ્યોએ અર્લી વોર્નિંગ સિસ્ટમનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી એ કહ્યું હતું કે, તેઓ આ ગૃહ દ્વારા સમગ્ર દેશને કહેવા માંગે છે કે, 23 જુલાઈના રોજ કેરળ સરકારને ભારત સરકાર દ્વારા અગાઉથી ચેતવણી આપવામાં અઆવી હતી. તેમણે કેહ્યું કે, સાત દિવસ પહેલા આ ચેતવણી આપ્યા બાદ 24 અને 25 જુલાઈએ ફરીથી ચેતવણી આપવામાં આવી હતી અને 26 મી જુલાઈએ કહેવામાં આવ્યું હતું કે 20 સેમીથી વધુ અને ભારે વરસાદ પડશે અને ભૂસ્ખલનની શક્યતા છે અને લોકો મરી પણ શકે છે. શાહે વધુમાં કહ્યું કે, તેઓ આ વાતો ગૃહમાં કહેવા માંગતા નહતા પરંતુ જ્યારે કેટલાક સભ્યોએ કહ્યું, “પ્લીઝ લિસન અસ’ (અમારી વાત સાંભળો) તો સરકારનું કહેવું છે કે ‘પ્લીઝ રીડ ઈટ’. કૃપા કરીને મોકલવામાં આવેલી ચેતવણી વાંચો.
આ બાબતે વધુમાં જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી એ કહ્યું હતું કે, આ દેશમાં કેટલી રાજ્ય સરકારો છે જેણે ભૂતકાળમાં આવી વહેલી ચેતવણી પર કામ કર્યું છે અને આવી આપત્તિઓમાં કોઈને જાનહાનિ થવા દીધી નથી. તેમણે ઓડિશાની અગાઉની નવીન પટનાયક સરકારને ચક્રવાત વિશે સાત દિવસ અગાઉ આપેલી ચેતવણીનું ઉદાહરણ ટાંક્યું અને કહ્યું કે, તે ચક્રવાતમાં માત્ર એક જ વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને તે પણ ભૂલથી. શાહે કહ્યું કે ગુજરાતને પણ ત્રણ દિવસ અગાઉ ચક્રવાત વિશે ચેતવણી આપવામાં આવી હતી અને ત્યાં એક પણ પ્રાણીનું મૃત્યુ થયું નહતું. ભારત સરકારે 2014 થી અત્યાર સુધીમાં 2000 કરોડ રૂપિયા અર્લી વોર્નિગ સિસ્ટમ પર ખર્ચ્યા છે અને રાજ્યોને સાત દિવસ અગાઉ ચેતવણી આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની ચેતવણીઓ વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવે છે જે સાંસદો માટે પણ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, “કેટલાક લોકો અહીં સાઈટ પણ ખોલતા નથી, તેઓ માત્ર વિદેશની સાઈટ ખોલતા રહે છે. વિદેશથી કોઈ આગોતરી ચેતવણી નહીં મળે, આપને આપણી પોતાની સાઈટ જોવી પડશે. તેમણે કહ્યું કે, કેટલાક રાજ્યોએ આ પદ્ધતિનો લાભ લીધો અને પરિણામો મેળવ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.