પતિના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધોનોના કારણે અઢીમાસના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો
(જી.એન.એસ) તા.૨૯
વડોદરા,
વડોદરાના વઘોડિયા તલુકામાં હાંસાપુરા ગામમાં મધરાત્રે પતિએ પત્નીના ગળામાં ચાકૂનો ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી અઢી માસના લગ્ન જીવનનો અંત લાવ્યો. પતિના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધોનોના કારણે અઢીમાસના લગ્ન જીવનનો કરુણ અંત લાવ્યો છે. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. હાંસાપુરા ગામમાં રહેતા રઘુવીરસિંહ ઉર્ફ રઘુ વિજયસિંહ ચૌહાણ ( ઉંમર વર્ષ 23 )ના લગ્ન અઢી માસ પૂર્વે સાબરકાંઠા જિલ્લાના બાદલજીના મુવાડા ગામની 21 વર્ષીય સ્નેહા સાથે જ્ઞાતિનારીતિ રિવાજ મુજબ ધામધૂમથી થયા હતા. અઢીમાસના લગ્ન જીવન દરમિયાન સ્નેહાને પતિ રઘુના અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ હતી. જેના કારણે નવદંપતી વચ્ચે ઝઘડાઓની શરૂઆત થઈ ગઈ હતી. અઢીમાસના સંસારિક જીવન દરમિયાન સ્નેહાને પતિના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધની જાણ થયા બાદ પતિ રઘુને પ્રેમ સંબંધ ઉપર પૂર્ણવિરામ મૂકી દેવા માટે જણાવ્યું હતું. પતિએ પણ પત્ની સ્નેહાને અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધ ભૂલી જવા માટે ખાતરી આપી હતી. પરંતુ પ્રેમમાં અંધ બનેલ પતિ અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધને ભૂલ્યો ન હતો અને અવારનવાર પ્રેમિકા સાથે વાતચીત કરતો હતો અને મળતો હતો. જેના કારણે સ્નેહાએ વિરોધ ચાલુ રાખ્યો હતો. જ્યારે સ્નેહા વિરોધ કરે ત્યારે બંને વચ્ચે ઉપગ્રહ બોલાચાલી અને ઝઘડો થતો હતો. મધરાત્રે 2 વાગ્યાના સુમારો રઘુ અને સ્નેહા વચ્ચે પ્રેમ પ્રકરણને લઈને ઝઘડો શરૂ થયો હતો. બંને વચ્ચે થયેલા ઝઘડામાં આક્રોશની સીમા ઓળંગી ગયેલા પતિ રઘુએ પત્ની સ્નેહાના ગળામાં ધારદાર ચાકૂનો ઘા કરી સ્થળ પર ઢીમ ઢાળી દીધું હતું. લોહીલુહાણ થઈ ગયેલી પત્ની સ્નેહા લોહીના ખાબોચિયામાં તરફડીયા મારતી મોતને ભેટી હતી. દરમિયાન આ બનાવની જાણ મકાનના અન્ય રૂમમાં સૂઈ ગયેલા માતા-પિતા તેમજ બહેનને થતા તેઓ દોડી આવ્યા હતા. અને લોહીથી લથપથ સ્નેહાની લાશ જોઈને ચોંકી ઉઠ્યા હતા. મધ રાત્રે ખેલાયેલા ખૂની ખેલની જાણ સવાર પડતા હાંસાપુરા ગામમાં પ્રસરી જતા ચકચાર મચી ગઈ હતી અને ફળિયાના લોકો રઘુના ઘરે ટોળે વળી ગયા હતા. બાજુ આ બનાવની જાણ જરોદ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. પોલીસે હત્યા કરનાર પતિ રઘુવીર સિંહ ઉર્ફ રઘુ ચૌહાણની અટકાયત કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.