સરદાર સરોવર ડેમમાં ૫૩%થી વધુ જળ સંગ્રહ
(જી.એન.એસ) તા.૨૯
અમદાવાદ,
રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૭૮,૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૩.૩૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૨,૬૪, ૩૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૭.૧૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૭૮,૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૩.૩૭ ટકા જળસંગ્રહ છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૨,૬૪, ૩૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૭.૧૯ ટકા જેટલો જળસંગ્રહ છે. રાજ્યના ૩૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. સરદાર સરોવર સહિત ૨૮ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ અપાઈ છે. ૩૬ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૨૯ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૦.૮૮ ટકા, કચ્છના ૨૦માં ૪૯.૯૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૩૭.૨૯ ટકા, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૪૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.