(જી.એન.એસ),તા.૨૯
નવીદિલ્હી,
ઈલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરનાર ઓલા ઈલેક્ટ્રિક હવે ગ્રાહકો માટે માર્કેટમાં નવી ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી શકે છે. તાજેતરમાં Ola કંપનીના CEO અને સ્થાપક ભાવિશ અગ્રવાલે તેમના સત્તાવાર X (Twitter) એકાઉન્ટ પરથી એક ટીઝર ઇમેજ શેર કરી છે. આ ટીઝર ઈમેજમાં એક બેટરી દેખાઈ રહી છે, જેના વિશે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બેટરી વાઈબ્રન્ટની આવનારી ઓલા ઇલેક્ટ્રિક મોટરસાઈકલની હોઈ શકે છે. થોડા સમય પહેલા કંપનીએ જણાવ્યું હતું કે કંપની ચાર ઈલેક્ટ્રિક બાઇક મોડલ Diamondhead, Roadster, Adventure અને Cruiser પર કામ કરી રહી છે.
ટીઝરની તસવીર શેર કરવાની સાથે ભાવિશ અગ્રવાલે તસવીર સાથે એક કેપ્શન પણ આપ્યું છે, ‘વર્કિંગ ઓન સમથિંગ’. ગયા વર્ષે ઓગસ્ટમાં, ઓલાએ તેની પ્રથમ કોન્સેપ્ટ બાઇકનું પ્રદર્શન કર્યું હતું અને તે સમયે કંપનીએ વચન આપ્યું હતું કે કંપની 2024ના અંત સુધીમાં નવી બાઇક લોન્ચ કરી શકે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કંપની આગામી મહિને 15મી ઓગસ્ટના રોજ નવી બાઈક લોન્ચ કરી શકે છે. ગયા વર્ષે ઓલાએ ઓગસ્ટમાં ગ્રાહકો માટે એન્ટ્રી લેવલનું ઇલેક્ટ્રિક સ્કૂટર Ola S1X લોન્ચ કર્યું હતું.
Ola Diamondhead, Ola Adventure અને Ola Cruiser એવા ત્રણ વેરીએન્ટમાં આવે છે, જેમાં Ola Diamondhead બાઇક કંપનીનું ફ્લેગશિપ મોડલ હોઈ શકે છે, જેમાં ડાયમંડ શેપ્ડ ફ્રન્ટ લુક, લો-સ્લંગ ક્લિપ-ઓન, હોરિઝોન્ટલ LED સ્ટ્રીપ અને હિડન LED હેડલેમ્પ પોડ્સ જેવી ડિઝાઇન હશે. અને બીજું છે Ola Adventure. Ola Adventure બાઇક એ તેનું નામ જ દર્શાવે છે કે, આ બાઇકને એવા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે જેઓ એડવેન્ચર રાઇડ્સ પસંદ કરે છે. આ બાઇકના આગળના ભાગમાં LED DRL, લાઇટ પોડ્સ, સારું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને મોટા મિરર્સ આપવામાં આવી શકે છે. અને ત્રીજું છે Ola Cruiser. Ola Cruiser બાઇકને DRL અને LED હેડલેમ્પ્સ, લાંબી ફ્યુઅલ ટાંકી, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ અને LED ટેલ-લેમ્પ જેવી ડિઝાઇન સાથે લોન્ચ કરી શકાય છે. (Image – Ola Electric)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.