Home ગુજરાત ઘાયલ પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન હેઠળ ઝુંબેશ ચલાવવાનો સરકારશ્રીએ લીધો નિર્ણય

ઘાયલ પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન હેઠળ ઝુંબેશ ચલાવવાનો સરકારશ્રીએ લીધો નિર્ણય

562
0

(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા),તા.૦૮

ગુજરાત માટે ઉત્તરાયણ આનંદ અને ઉત્સાહનો પર્વ છે. આ તહેવારને ગુજરાતના લોકો બે દિવસ ખૂબ ઉત્સાહથી ઉજવે છે. ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમ્યાન ધાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા આશયથી સમગ્ર રાજયમાં કરૂણા અભિયાનનો આરંભ કરવામાં આવે છે. ઉત્તરાયણ દરમ્યાન કેટલાય લોકો ધાબા પરથી પડી જવાના બનાવા બનતાં હોય છે. તેમજ કેટલાય અબોલા પક્ષી–પશુઓ અને ટુ–વ્હીલર ચાલકો દોરીથી ધાયલ થતાં હોય છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરૂણા અભિયાન અતર્ગત ઉત્તરાયણ- ૨૦૨૦ના પર્વમાં આવી કોઇ ધટનાનો ભોગ બનનાર વ્યક્તિ અને પશુ- પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી સમગ્ર જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવનાર છે. પશુ- પક્ષીઓ ધાયલ થાય તો કરૂણા અભિયાન એનિમલ એબ્યુુુલન્સ  હેલ્પલાઇન નંબર – ૧૯૬૨ પર સંપર્ક કરી શકાશે.વન વિભાગના મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે ઉત્તરાયણના તહેવારને લઈ કરુણા અભિયાન એનિલમ એબ્યુલન્સ અને 8 હજારથી પણ વધારે સ્વંય સેવકો,10 મોબાઈલ વાન શરૂ કરાશે. ત્યારે અબોલ પક્ષીઓને લઈ 852 જેટલી ટિમો બનાવી કામ કરાશે. આ તહેવાર 10 તારીખથી લઈ 20 તારીખ સુધી આ અભિયાન ચલાવાશે. આ કરુણા અભિયાયનમાં 2019 દરમિયાન 8441 જેટલા એન.જી.ઓ. જોડાયા ત્યારે વર્ષે 419 જેટલા એન.જી.ઓ. ભાગ લેશે. ગયા વર્ષે 14411 જેટલા પક્ષીઓ દોરી થી ઘાયલ થયા હતા જેમાં 13 હાજર જેટલા પક્ષીઓ ને સારવાર કરી મુક્ત કર્યા હતા. ઉતરાયણ તહેવારને લઈ પ્લાસ્ટિક દોરી ઉપર પ્રતિબંધ છે. જો અન્ય દુકાને ચાઈનીઝ દોરી મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ત્યારે ઇલેકટ્રોનિક તારો ઉપર અટકાયેલ દોરીને ઉતારવા પણ 758 જેટલી ટિમો કામ કરી દોરી ઉતારવાનું કામ કરશે.જનજાગૃતિને લઈ પશુપાલન વિભાગ દ્વારા કુલ 10 મોબાઇલ વાન સારવારની ઝડપી સેવા સાથે 30 પ્રાથમિક સારવાર કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે.અમદાવાદ માં 89 જેટલા રિસ્પોન્સ સેન્ટર રાખવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆસિત વોરાનું અન-ઓફિશ્યલ રાજીનામું…!?, આ વહીવટ મને નહીં ફાવે….સોરી..?
Next articleJNU ની ઘટના ગુજરાતના નવનિર્માણ આંદોલનની પેટર્ન પર છે