Home દુનિયા - WORLD પ્રમુખસ્વામી મહારાજે 1984માં થાઇલેન્ડના પ્રવાસમાં મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો, જે મહંત...

પ્રમુખસ્વામી મહારાજે 1984માં થાઇલેન્ડના પ્રવાસમાં મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો, જે મહંત સ્વામીએ પૂરો કર્યો

42
0

થાઇલેન્ડમાં બન્યું સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિર

(જી.એન.એસ) તા. 28

બેંગકોક,

પ્રમુખસ્વામી મહારાજે 1984માં થાઇલેન્ડના પ્રવાસમાં બેંગકોકમાં મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો, જે મહંત સ્વામીએ પૂરો કર્યો છે. આના પગલે થાઇલેન્ડમાં સ્વામિનારાયણ મંદિરમાં નવું સ્વામિનારાયણ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. તેની પ્રાણપ્રતિષ્ઠા ઇશ્વરચરણ સ્વામી અને અન્ય સંતો દ્વારા ગત ગુરુપૂર્ણિમાના દિવસે કરવામાં આવી હતી. BAPSના અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું કે, થાઈલેન્ડમાં મંદિર હમણાં જ પૂજ્ય ઇશ્વરચરણ સ્વામી અને વિવેક સાગર સ્વામી ગત ગુરુપૂર્ણિમાના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે ગયા હતા. બેંગકોકના સત્સંગીઓને ઘણા સમયથી ઈચ્છા હતી કે અહીં એક મંદિર બનાવવું છે અને પ્રમુખસ્વામી મહારાજ જે પણ સંકલ્પ કર્યો અને આ સંકલ્પને મહંત સ્વામી મહારાજએ પૂરો કર્યો અને ત્યાં સરસ 6 માળનું મંદિર થઈ ગયું છે. આ મંદિર આપણી પરંપરાગત ભારતીય સ્થાપત્ય શૈલી પ્રમાણે પણ બનાવ્યું છે.

ગત 28 એપ્રિલ 2024ના રોજ સારંગપુરમાં, મહંત સ્વામી મહારાજે બેંગકોક મંદિર માટે મૂર્તિઓનો વૈદિક અભિષેક કર્યો હતો. આ પછી 18મી જુલાઈએ ઈશ્વરચરણદાસ સ્વામી દ્વારા અક્ષર-પુરુષોત્તમ મહારાજની સહિત અન્ય ભગવાનની મૂર્તિઓનું વૈદિક પૂજન કરવામાં આવ્યું હતું. થાઈલેન્ડના બેન્ગકોકમાં નવનિર્મિત સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં 150થી વધુ ભક્તોની હાજરીમાં ઈશ્વરચરણદાસ સ્વામીની હાજરીમાં પ્રથમ વખત નવા પરિસરમાં પ્રવેશવાની વિધિ થઈ હતી.

થાઈલેન્ડમાં વર્ષ 1984માં પ્રમુખ સ્વામીની મુલાકાત દરમિયાન સતસંગ પ્રવૃતિની શરૂઆત થઈ હતી. આ પછી પ્રમુખ સ્વામીએ વર્ષ 1996માં ફરી થાઈલેન્ડની મુલાકાત કરી હતી. આ પછી BAPSના સંતો દ્વારા નિયમિત મુલાકાતથી અહીં મોટી સંખ્યામાં સત્સંગ પ્રવૃતિઓમાં વધારો થયો હતો. આમ મહંત સ્વામી મહારાજે મંદિર બનાવવા માટે વર્ષ 2018માં હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતાં. આ પછી મંદિર માટે યોગ્ય જમીન મળી ગઈ અને એ પછી મંદિરની ડિઝાઈન બનાવવામાં આવી હતી. કોવિડ-19ના સમયગાળા દરમિયાન ભક્તો દ્વારા શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. COVID-19 પ્રતિબંધો હટાવ્યા પછી મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરાયું હતું. ઈશ્વરચરણદાસ સ્વામીના માર્ગદર્શનથી, સુરેનભાઈ પટેલ, મયુરભાઈ દેસાઈ અને બેંગકોકના હરિભક્તોના પ્રયાસો અને બ્રહ્મચરણદાસ સ્વામી અને તેમની ટીમના પરિશ્રમથી ટૂંક સમયમાં સુંદર આ મંદિરનું નિર્માણ થયું હતું.

બેંગકોંકમાં બનેલ મંદિર બાબતે અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, આ મંદિરનું કન્ટ્રક્શન એકથી દોઢ વર્ષમાં પૂર્ણ કરાયું છે. મંદિરમાં ભોજનાલય, સંત આશ્રમ, સભા ગૃહ, બાળ-યુવા અને મહિલા એક્ટિવિટીના સભા ગૃહો તથા પ્રસાદ ગૃહ છે. આ ઉપરાંત મુખ્ય મંદિરમાં ભગવાનની મૂર્તિઓ અને અભિષેક મંડપમ્ છે. આ મંદિરની બહાર જે કોતરણી કરેલા પથ્થર છે. આ મંદિર બનાવતી વખતે, 50 જેટલા હરિભક્તો અને ત્યાંના સ્વયંસેવકો આ કાર્યમાં જોડાયેલા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય ડોર્નિયર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની માલદીવમાં ફરીથી સેવાઓ શરૂ થશે
Next articleચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં રાજ્યમાં 130 કેસ સામે આવ્યા