Home ગુજરાત હત્યા કે આકસ્મિક મોત હકીકત જાણવાપોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ ની રાહ 

હત્યા કે આકસ્મિક મોત હકીકત જાણવાપોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ ની રાહ 

21
0

ભરૂચના દેત્રાલ ગામે ઘરમાંથી મૃતક શખ્સનો મૃતદેહ મળી આવતા હડકંપ

(જી.એન.એસ) તા. 28

ભરૂચ,

ભરૂચ તાલુકાના દેત્રાલ ગામે ડાહ્યા ફળિયામાં મકાનમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે અને તેના માથા પર સામાન્ય ઈજા હોવાનાં કારણે મોતનું કારણ શોધવા માટે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.  ડાહ્યા ફળિયામાં રહેતા જાકીર હશન દાઉદ પટેલ પોતાના ઘરમાંથી મૃતક અવસ્થામાં મળી આવતા અને મૃતકનાં માથા પર ઈજા અને લોહી નીકળતું હોવાથી તેમનું મોત કોઈ બોદાર્થ પદાર્થ મારવાથી કે પછી પટકવાથી થયું છે તેનું રહસ્ય શોધવા માટે પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં તાલુકા પોલીસ મથકનાં પી.આઈ પ્રકૃતિ ઝણકાટને કહ્યું હતું કે, મૃતકનાં મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને તેમની હત્યા થઈ છે તે જાણી શકાયું નથી. મૃતદેહનું પીએમ કરાવવામાં આવ્યું છે. ત્યાર બાદ મૃતકની હત્યા કરવામાં આવી છે તેવું ફલિત થશે તો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ માથામાં સામાન્ય ઈજા હોય અને હ્રદય રોગનાં હુમલાથી મોત થયું હોય તે દિશામાં અને તેમને માથામાં કેવી રીતે ઈજા થઈ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે અને મૃતક જયારે ઘરમાં હતા ત્યારે તેની પત્ની ઘરમાં હાજર ન હોવાનું પણ સામે આવી રહ્યું છે, જેથી સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મૃતક જાકીર હશન દાઉદ પટેલનું મોત માથામાં થયેલી ઈજાના કારણે થયું છે કે પછી તેમની હત્યા કરવામાં આવી છે. અથવા તેમની મોત પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે. તે તો પીએમ રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે. જો કે, આ મામલે પોલીસે પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચક્રવાતી તોફાનની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
Next articleપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો શો મન કી બાતના 112માં એપિસોડને સંબોધિત કર્યો