Home મધ્ય ગુજરાત અમદાવાદ રીક્ષા પાર્ક કરવાની બાબતે ધર્ષણમાં એક યુવકની હત્યા કરવાના કિસ્સામાં ચાંદખેડા પોલીસ કરી 1...

રીક્ષા પાર્ક કરવાની બાબતે ધર્ષણમાં એક યુવકની હત્યા કરવાના કિસ્સામાં ચાંદખેડા પોલીસ કરી 1 ની ધરપકડ

26
0

(જી.એન.એસ) તા. 27

અમદાવાદ,

શહેરનાં ચાંદખેડા વિસ્તારમાં સામાન્ય બાબતમાં રીક્ષાચાલકે વચ્ચે ધર્ષણમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જે મામલે ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં હત્યારા આરોપીની ધરપકડ કરી છે. રીક્ષા પાર્ક કરવા જેવી બાબતમાં આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. 

ચાંદખેડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા અવિનાશ ઠાકોર નામનાં નરોડાના યુવકની ધરપકડ કરી છે. આરોપી અસારવા સિવિલ હોસ્પિટલથી ચાંદખેડા બાજુના રૂટ પર રીક્ષા ચલાવે છે. શુક્રવારે 26 જુલાઈએ સવારે સાડા 10 વાગે આસપાસ ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસે વિષ્ણુ પટણી નામનો રીક્ષા ચાલક તેના ભાઈ શૈલેષ પટણી સાથે સાથે બેઠા હતા. જે દરમિયાન અવિનાશ ઠાકોર એક દિવસ પહેલાના ઝઘડાની અદાવત રાખી વિષ્ણુ પટણીને ગળામાં મારવા જતા તે ખસી ગયો હતો, જે દરમિયાન તેના માસીના દિકરા શૈલેષ પટણીએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા આરોપી ઉશ્કેરાયો હતો. જેથી તેણે શૈલેષ પટણી પર છરીથી હુમલો કરતા તેને ઈજાઓ થઈ હતી, જેને સારવાર માટે ખસેડાતા મોત થયું હતું. જેથી ચાંદખેડા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો.

ચાંદખેડા વિસ્તારમાં બનેલ હત્યાની ફરિયાદ નોંધાતા જ પોલીસે આરોપીની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી હતી, આ ઘટના બાદ આરોપી સાબરકાંઠાના પ્રાંતિજમાં હોવાની માહિતી મળતા જ ચાંદખેડા પોલીસની ટીમે અવિનાશ ઠાકોરને ત્યાંથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યું કે ઘટનાના એક દિવસ પહેલા અવિનાશ ઠાકોર અને ફરિયાદી વિષ્ણુ પટણી વચ્ચે રીક્ષા પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. જે બાબતની અદાવત રાખીને તેણે વિષ્ણુ પટણી પર હુમલો કર્યો હતો. જોકે તેના ભાઈએ પોલીસને જાણ કરવાનું કહેતા તેની હત્યા કરી નાખી હતી. હાલમાં તો આ મામલે પોલીસે આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપી સામે અગાઉ નાના મોટા ટ્રાફિકને લગતા ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. તેવામાં હત્યા અને સમગ્ર બનાવ પાછળનું ખરૂ કારણ જાણવા આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારે વરસાદ કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ વડોદરા શહેર, જિલ્લામાં કલેકટર દ્વારા સર્વે ની કામગીરી શરૂ કરવામાં આવી
Next articleછત્તીસગઢના કોરબામાં રસ્તાઓની ખરાબ સ્થિતિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો