Home ગુજરાત ભારે વરસાદ કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ વડોદરા શહેર, જિલ્લામાં કલેકટર દ્વારા...

ભારે વરસાદ કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ વડોદરા શહેર, જિલ્લામાં કલેકટર દ્વારા સર્વે ની કામગીરી શરૂ કરવામાં આવી

29
0

(જી.એન.એસ) તા. 27

વડોદરા,

શહેર અને જિલ્લામાં આ અઠવાડિયામાં વરશેલા અતિ ભારે વરસાદ ના કારણે લોકો ને ખૂબ તકલીફો ભોગવવાનો વારો આવ્યો હતો જે બાદ હવે કલેકટર દ્વારા એક સ્પેશિયલ સર્વે કરાવવામાં આવી રહ્યો છે. વડોદરા શહેર જિલ્લામાં બુધવારે પડેલા ભારે વરસાદ કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાક પરિવારોને સલામત આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હોવાનું જિલ્લા કલેકટર બીજલ શાહે જણાવ્યું હતું.

આ બાબતે કલેકટરે જણાવ્યું હતું કે,ભારે વરસાદને કારણે માનવ મૃત્યુ,માનવ ઈજા,મકાન નુકશાની, પશુ મૃત્યુ, કેશ ડોલ્સ સહાય ચુકવણી માટે સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. સંબંધિત પ્રાંત અધિકારીઓને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. સંબંધિત પ્રાંત અધિકારીઓ દ્વારા પોતાના વિસ્તારમાં ટીમો બનાવી આ કામગીરી શરૂ કરવા આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. સર્વે કામગીરી પૂર્ણ થતાં અસરગ્રસ્તોને સહાયની રકમ ચુકવવામાં આવશે. તેમજ ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને કારણે શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આગાઉ ૧૮૭૭ અને આજે ૩૬૪ સહિત કુલ ૨૨૪૧ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.જે પૈકી આજે પાણી ઓસરતાં ૯૦૬ લોકો પોતાના ઘરે પરત ફર્યા છે.જ્યારે ૧૩૩૫ લોકો આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહ્યા છે.આશ્રયસ્થાનોમાં જિલ્લા પ્રશાસન,વડોદરા મહાનગરપાલિકા અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અસરગ્રસ્તોને ભોજન,પીવાનું પાણી અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગજરાતના જાણીતા સનદી અધિકારી અને શિક્ષણશાસ્ત્રી ડૉ. કુલીનચંદ્ર યાજ્ઞિકનું ૯૭ વર્ષની વયે નિધન
Next articleરીક્ષા પાર્ક કરવાની બાબતે ધર્ષણમાં એક યુવકની હત્યા કરવાના કિસ્સામાં ચાંદખેડા પોલીસ કરી 1 ની ધરપકડ