Home દેશ - NATIONAL બોમ્બે હાઇકોર્ટે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી મમતા કુલકર્ણી વિરુદ્ધ ચાલી રહેલા 2000 કરોડના...

બોમ્બે હાઇકોર્ટે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી મમતા કુલકર્ણી વિરુદ્ધ ચાલી રહેલા 2000 કરોડના ડ્રગ્સ તસ્કરી કેસને રદ કર્યો

62
0

 (જી.એન.એસ) તા. 27

મુંબઈ,

બોલિવૂડની ખ્યાતનામ દિગ્ગજ અભિનેત્રી મમતા કુલકર્ણી માટે ખૂબ મોટા ને મહત્વના સમાચાર આવ્યા છે, બોમ્બે હાઇકોર્ટે અભિનેત્રી વિરુદ્ધ ચાલી રહેલા 2000 કરોડના ડ્રગ્સ તસ્કરીના કેસને બંધ કરી દીધો છે. ન્યાયાધીશ ભારતી ડાંગરે અને ન્યાયાધીશ મંજુષા દેશપાંડેની એક બેન્ચે મમતા કુલકર્ણી ની વિરુદ્ધ યોગ્ય પુરાવાઓ ન હોવાને કારણે આ કેસને બંધ કર્યો છે. જોકે હાલ મમતા કુલકર્ણી વિદેશમાં – મોમ્બાસા કેન્યામાં રહે છે. તેણીએ હિન્દી ફિલ્મ જગતમાં આશરે 50 જેટલી ફિલ્મોમાં કાર કર્યું છે.

આ સમગ્ર કેસની વાત કરીએ તો, 12 એપ્રિલ 2016 ના રોજ થાણેમાં પોલીસે બે કારની અટકાયત કરી હતી. તો કારમાં મુસાફરો સાથે એફેડ્રિન મળી આવ્યું હતું. ત્યારે આ કેસમાં આગળ તપાસ કરતા મમતા કુલકર્ણી અને તેના પતિ વિક્કી ગોસ્વામીનું નામ સામે આવ્યું હતું. ત્યારે મમતા કુલકર્ણી સહિત અન્ય સાતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. એવું સામે આવ્યું હતું કે, વિક્કી ગોસ્વામી કેન્યામાં ડ્રગ્સ સપ્લાઈ કરતા વ્યક્તિ સાથે તે રાત્રે મુલાકાત કરી હતી. અને કેન્યામાંથી ભારતમાં એફેડ્રિન ડ્રગ્સ સપ્લાઈ કરવામાં આવતું હતું.

પરંતુ હવે બોમ્બે હાઇકોર્ટે સુનાવણી દરમિયાન અભિનેત્રી મમતા કુલકર્ણી વિરુદ્ધ કોઈ સબૂત નહીં હોવાને કારણે આ કેસ બંધ કરી દેવામાં આવ્યો છે. વકીલ માધવ થોરાટ દ્વારા દાખલ કરાયેલી મમતા કુલકર્ણી ની અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે તેમની સામેના આરોપો સંપૂર્ણપણે સહ-આરોપીઓના નિવેદનો પર આધારિત છે. તેમનું નામ ષડયંત્ર કરીને આ કેસમાં ફસાવવામાં આવ્યું છે. તેમના વિરુદ્ધ આજદીન સુધી કોઈ યોગ્ય પુરાવાઓ મળી આવ્યા નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (27/07/2024)
Next articleગુજરાતનાં પૂર્વ આઈએએસ અધિકારી એસ. કે નંદા નું અમેરિકામાં હાર્ટ એેટેકના કારણે નિધન