(જી.એન.એસ) તા. 26
નવી દિલ્હી,
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્ષ 2024 ની યાદીમાં ભારતને 82 મું સ્થાન મળ્યું છે. ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે ભારતના પાસપોર્ટના સ્થાનમાં વધારો જોવા મળ્યો છે. કારણ કે ભારતનો પાસપોર્ટ વર્ષ 2022 માં 87 મું સ્થાન ધરાવતો હતો. વિદેશ ફરવાના શોખીન ભારતીયો માટે એક ખુશીના સમાચાર છે; હવે, દુનિયાના 58 દિવસોમાં ભારતીયો વિઝા વગર પણ મુસાફરી કરી શકશે.
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્ષ 2024 ની યાદીમાં ભારતના પાસપોર્ટ ને 82 મું સ્થાન આપ્યું છે. જેથી હવે, ભારતીય પાસપોર્ટ સાથે માલદીવ્સ, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા જેવા દેશ વિઝા વિના ફરી શકાશે. જોકે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્ષ અનેક માપદંડો આધારિત દરેક દેશના પાસપોર્ટ નું સ્થાન નક્કી કરે છે, ત્યારે આ વખતે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્ષ 2024 માં સૌથી પ્રથમ સિંગાપોર ના પાસપોર્ટ ને સ્થાન આપવામાં આવ્યું છે, જેના લીધે સિંગાપોરના નાગરિકોને 195 દેશમાં વિઝા વિના પરવાનગી આપવામાં આવી છે. ત્યાર બાદ ઈટાલી, જર્મની, રશિયા, જાપાન અને સ્પેન જેવા દેશ પાસે 192 દેશમાં વિઝા વિના ફરવાની તક મળી છે. તો સ્વીડન, આયર્લેન્ડ, ફિનલેન્ડ, ઓસ્ટ્રીયા, સાઉથ કોરિયા, લુક્સમ્બર્ગ અને નેથરલેન્ડ ના નાગરિકો 191 દેશમાં Passport ની મદદથી ફરી શકશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.