(જી.એન.એસ) તા. 25
નર્મદા,
નર્મદા જિલ્લામાં ગત રાત્રીથી અવિરત વરસાદ પડતા જિલ્લાના પાંચેય તાલુકા જળબંબાકાર થયા છે. ખાસ કરીને કરજણ બંધના ઉપરવાસ ગણાતા દેડીયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણ બંધમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થતાં કરજણ બંધમાં ચાર દરવાજા 3 મીટર ખોલી 50000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતાં કરજણ કાંઠાના લોકોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે કરજણ ડેમના ચાર દરવાજા ખોલવાની ડેમ સત્તાવાળાઓ ને ફરજ પડી છે. 50000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતાં કરજણ નદી બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે. હાલ કરજણ 65.20% ભરાયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.