Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયા વરિષ્ઠ વકીલને CJI એ કોર્ટ રૂમમાંથી ધકેલી કાઢ્યાં

સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયા વરિષ્ઠ વકીલને CJI એ કોર્ટ રૂમમાંથી ધકેલી કાઢ્યાં

34
0

(જી.એન.એસ) તા. 23

નવી દિલ્હી,

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી વાય ચંદ્રચુડે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં NEET-UG સંબંધિત અરજીઓની સુનાવણીમાં અવરોધ ઉભો કરવા બદલ વરિષ્ઠ વકીલ મેથ્યુસ નેદુમપરાને સુરક્ષા કર્મચારીઓનને બોલાવીનને ન્યાયાલયની બહાર મોકલી દેવામાં આવ્યા હતાં.

NEET-UG ને લઈને સુપ્રીમ કોર્ટેમાં CJI ડી વાય ચંદ્રચુડે ની સમક્ષ દલીલો કરવામાં આવી રહ્યી હતી. તો આ સુનાવણી દરમિયાન ન્યાયાલયની અંદર વરિષ્ઠ વકીલ મેથ્યુસ નેદુમપરા અને નરેન્દ્ર હુડ્ડા દલીલો કરી રહ્યા હતાં. ત્યારે વરિષ્ઠ વકીલ નરેન્દ્ર હુડ્ડાની દલીલ દરમિયાન વરિષ્ઠ વકીલ મેથ્યુસ નેદુમપરા એ વચ્ચે એક વાક્ય કહ્યું હતું. તો વકીલ મેથ્યુસ નેદુમપરા એ કહ્યું હતું કે, આ મામલે મારે કંઈ કહેવું છે. ત્યારે CJI ડી વાય ચંદ્રચુડે મેથ્યુસ નેદુમપરા ને કહ્યું કે, તેઓ નરેન્દ્ર હુડ્ડાની વાતને પૂર્ણ થવાની રાહ જુએ. તે આવી રીતે ન્યાયાલાયની પ્રતિષ્ઠાનો અનાદર ના કરે. ત્યારે મેથ્યુસ નેદુમપરા એ CJI ડી વાય ચંદ્રચુડે ને વળતો જવાબ આપતા કહ્યું કે, તેઓ એક વરિષ્ઠ વકીલ છે, તેમની સાથે આ રીતે વ્યવહાર ન કરવો જોઈએ. તો ત્યારે CJI ડી વાય ચંદ્રચુડે આ પ્રકરાના વર્તનને ન્યાયાલાય માટે શરમજનક માન્યું હતું. અને તેમને અંતિમ ચેતવણી આપી હતી. પંરતુ ત્યારે પણ CJI ડી વાય ચંદ્રચુડ ને વળતો જવાબ આપતા મેથ્યુસ નેદુમપરા એ કહ્યું કે, આ પ્રકારના વાક્યો મારા માટે અપમાનજનક છે. તો અંતે CJI ડી વાય ચંદ્રચુડે સુરક્ષા કર્મચારીઓને બોલાવીને મેથ્યુસ નેદુમપરા ને સુનાવણીથી બેદખલ કર્યા હતાં. તે ઉપરાંત મેથ્યુસ નેદુમપરા ને કહ્યું હતું કે, હું છેલ્લા 24 વર્ષથી ન્યાયાલાયમાં ન્યાયાધીશની ભૂમિકા અદા કરું છું. કોઈ પણ વકીલ આવી રીતે ન્યાયાલાય કે અન્ય વકીલની આવી રીતે નિંદા કર શકશે નહીં. અને જો કોઈ આવું વર્તન કરે છે. તો તેની સાથે આ પ્રકારનું જ વર્તન કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાપ્તાહિક બજાર યોજના અંતર્ગત 100 સાપ્તાહિક હાટને પ્રોત્સાહન આપવાની સામાન્ય બજેટ 2024માં જાહેરાત
Next articleકેન્દ્ર સરકારનું “ખુરશી બચાવો, મોંઘવારી વધારો” બજેટ : કોંગ્રેસ નેતા અમીત ચાવડા