(જી.એન.એસ) તા. 23
અમદાવાદ,
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં થોડા દિવસો પહેલા થયેલી ચોરીના બનાવ ભેદ મણિનગર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર ડી પી ઉન્ડક્ટ અને તેમની ટીમ દ્વારા ઉકેલવામાં આવ્યો છે. મણિનગર પોલીસ સ્ટેશનમાં આ ચોરી નો ગુનો દાખલ થયાના માત્ર ગણતરીના કલાકોમાં જ પોલીસે સતર્કતા દાખવીને સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે ગુનામાં સામેલ બે આરોપીઓની ઝડપી લીધા છે. પકડવામાં આવેલ બન્ને આરોપીઓ અગાઉ પણ અનેક ચોરીને અંજામ આપી ચૂક્યા હોય અને હાલમાં જ તેઓ પાસામાંથી છુટીને બહાર આવ્યા હોય ફરિવાર ચોરીના ગુનાને અંજામ આપતા પોલીસે તેમને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે.
મણિનગર પોલીસ સ્ટેશન ની ટીમે પ્રકાશ ઉર્ફે પક્કો દેવીપુજક તેમજ ભરત દેવીપુજક નામના બે આરોપીઓની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. ગત 20 જુલાઈના રોજ મણીનગરના સુરભી એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિના ઘરમાં ગેલેરીમાંથી પ્રવેશ કરી આ બંને આરોપીઓએ આઠ લાખ 69 હજારથી વધુની ચોરી ને અંજામ આપ્યો હતો જે મામલે મણીનગર પોલીસ સ્ટેશનમાં અનુરાગ પાંડે નામના વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના બાબતે તપાસ અર્થે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનીકલ એનાલિસિસના આધારે આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી.
મણિનગર પપોલીસ દ્વારા પકડાયેલા આરોપી પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે. આરોપીઓએ આઠ લાખથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ મોબાઇલ ફોન રોકડ રકમ અને લેપટોપ બેગની ચોરી કરી હતી. પકડાયેલા આરોપીઓ મણીનગર વિસ્તારમાં જ રહેતા હોય અને ચોરીની ટેવ ધરાવે છે. પકડાયેલા આરોપીમાં પ્રકાશ દેવીપુજક અગાઉ મણીનગર, ઇસનપુર, કાગડાપીઠ, ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી તેમજ મોબાઇલ ફોનની ચોરીમાં ઝડપાયો હતો. અન્ય આરોપી ભરત દેવીપુજક અગાઉ મોબાઈલ ચોરી તેમજ ઘરફોડ ચોરીમાં ઝડપાયો હતો. બંને આરોપીઓ બે બે વાર પાસા ભોગવી ચુક્યા છે. તેમજ આરોપીઓ એક મહિના પહેલા જ પાસામાંથી છૂટીને બહાર આવ્યા હતા અને ફરિવાર ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.