Home ગુજરાત ઉત્તર ગુજરાત સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ માઝા મૂકી

સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ માઝા મૂકી

19
0

(જી.એન.એસ) તા. 22

સાબરકાંઠા,

સાબરકાંઠા જિલ્લામાં તો જાણે પોલીસની કોઈને બીક હોયજ નઈ તેવા કિસ્સાઓમાં સતત વધારો થતાં જોવા મળી રહ્યો છે ત્યારે, તસ્કરોએ પણ માઝા મૂકી દીધી છે. વડાલીમાં દુકાનના શટરના તાળા તોડીને 37 મોબાઈલની ચોરીની ઘટના બાદ હિંમતનગરમાં પણ તસ્કરો ત્રાટક્યા છે. શહેરના સહકારી જીન વિસ્તારમાં તસ્કરો ત્રાટકતા એક હોસ્પિટલ સહિત 9 સ્થળે તાળા તૂટ્યા છે. તસ્કરોએ એક ડેન્ટલ હોસ્પિટલ અને પાર્લર સહિતને નિશાન બનાવતા ચોરી આચરી હતી.

આ ચોરીની ઘટના અંગે વેપારીઓએ પોલીસને જાણ કરતા સ્થાનિક શહેર પોલીસની ટીમો સ્થળ પર દોડી આવી હતી. એ ડિવિઝન પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ આધારે હવે તસ્કરોને ઝડપી લેવા માટે ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. જે સીસીટીવી ફૂટેજમાં તસ્કરો મોબાઇલની લાઈટ લઈને ચોરી કરતા નજર આવી રહ્યા છે. આ ઘટના બાદ પોલીસ વિભાગ પણ એક્શન માં આવી ગયું છે અને સીસીટીવી ફૂટેજ મેળવીને તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે; 23 જુલાઈએ નાણામંત્રી કેન્દ્રીય બજેટ રજૂ કરશે
Next articleરાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર હુમલો આતંકવાદીઓનો હુમલાનો પ્રયાસ નિષ્ફળ કરતી ભારતીય સેના