Home દુનિયા - WORLD પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાને દુબઈમાં ધરપકડના અહેવાલોને નકારી કાઢ્યા

પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાને દુબઈમાં ધરપકડના અહેવાલોને નકારી કાઢ્યા

72
0

(જી.એન.એસ) તા. 22

દુબઈ,

પ્રખ્યાત પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાને દુબઈમાં તેમની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલોને નકારી કાઢ્યા છે અને તેમના ફેન્સ ને આવા સમાચાર પર ધ્યાન ન આપવા જણાવ્યું છે. ગાયકની સ્પષ્ટતા પાકિસ્તાની મીડિયાના અહેવાલ પછી આવી છે કે તેના ભૂતપૂર્વ મેનેજર દ્વારા બદનક્ષીની ફરિયાદ પર દુબઈમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, રાહતના પૂર્વ મેનેજર અહેમદે દુબઈના સત્તાવાળાઓને તેમની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. અહેવાલ મુજબ, રાહતે થોડા મહિના પહેલા અહેમદને વિવાદને પગલે બરતરફ કરી દીધો હતો અને બંનેએ એકબીજા સામે કેસ દાખલ કર્યો હતો. આ એહવાલ બાદ દુબઈમાં તેમની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલોને ગાયક રાહત ફતેહ અલી ખાને નકારી કાઢ્યા છે અને આવી અફવાઓ પર ધ્યાન ના આપવા જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી થયા અચંબિત
Next articleઆજ નું પંચાંગ (23/07/2024)