(જી.એન.એસ) તા. 22
રાજૌરી,
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમની ખરાબ હરકતો બંધ કરતા નથી સાથેજ આપના દેશની સેન તેનો જડબાતોડ જવાબ આપી રહી છે, ત્યારે સોમવારે સવારે આતંકવાદીઓ દ્વારા રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો. જો કે આ હુમલાને નિષ્ફળ બનાવાયો હતો ત્યારથીજ લોકલ પોલીસ અને એજન્સીઓ દ્વારા સતત ઓપરેશન ચાલુ છે. આ ઘટના અંગે માહિતી આપતાં સંરક્ષણ પ્રવક્તા કર્નલ સુનિલ બારતવાલે કહ્યું કે, સેનાએ રાજૌરીથી દૂર એક ગામમાં આર્મી પોસ્ટ પર આતંકવાદીઓના મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર હજુ પણ ચાલુ છે. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને આતંકીઓની શોધખોળ ચાલુ છે.
જમ્મુ વિસ્તારમાં સતત થઈ રહેલી આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ ત્યાં સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. સેનાએ વિસ્તારોમાં 3000-4000 વધારાના સૈનિકો તૈનાત કર્યા છે. મળતી માહિતી મુજબ જમ્મુ ક્ષેત્રમાં 40 આતંકીઓ એક્ટિવ છે. જે વિસ્તારોમાં આતંકીઓ સક્રિય છે, તેમાં રિયાસી, ડોડા, કઠુઆ, ભદરવાહ અને ઉધમપુરનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ઘણી મોટી આતંકવાદી ઘટનાઓ બની છે. સુરક્ષા દળોએ ઘણા આતંકીઓને ઠાર કર્યા છે જ્યારે એન્કાઉન્ટરમાં ઘણા જવાનો વીરગતિ પામ્યા છે. સેનાએ કુપવાડાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પર બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ પહેલા જમ્મુના ડોડામાં એન્કાઉન્ટરમાં સેનાના બે જવાન ઈજાગ્રસ્ત થયા હતા. 15 જુલાઈના રોજ ડોડા એન્કાઉન્ટરમાં એક અધિકારી સહિત ચાર ભારતીય સેનાના જવાનો વીરગતિ પામ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.