Home દુનિયા - WORLD ભારતે સતત બીજી મેચ જીતી, ટીમ ઈન્ડિયાએ UAEને 78 રનથી હરાવ્યું 

ભારતે સતત બીજી મેચ જીતી, ટીમ ઈન્ડિયાએ UAEને 78 રનથી હરાવ્યું 

95
0

(જી.એન.એસ) તા. 21

મહિલા ટી20 એશિયા કપ 2024 માં ભારતીય ટીમે સતત બીજી મેચ જીતી લીધી. ટીમ ઈન્ડિયાએ UAEને 78 રનથી હરાવ્યું છે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે બીજી મેચ પણ જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન રિચા ઘોષ અને હરમનપ્રીત કૌરે વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા આવેલી UAEની ટીમ માત્ર 123 રન જ બનાવી શકી હતી. UAE તરફથી કવિશાએ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું. 40 રન બનાવવાની સાથે તેણે એક વિકેટ પણ લીધી હતી.

ભારતીય ક્રિકેટ ટીમ માટે દીપ્તિ શર્માએ બોલિંગમાં પોતાની તાકાત બતાવી. તેણે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. રેણુકા સિંહે 4 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી હતી. તનુજા કંવરે 4 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ લીધી હતી. પૂજાએ 4 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ લીધી હતી. રાધા યાદવે પણ એક વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. આ દરમિયાન રિચાએ બોલરોની ખૂબ જ ખરાબ રીતે ધોલાઈ કરી હતી. તેણે 29 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. રિચાની આ ઇનિંગમાં 12 ફોર અને 1 સિક્સ સામેલ હતી. હરમનપ્રીતે 47 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેણે 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. આ પહેલા ઓપનર શેફાલી વર્માએ 37 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. 18 બોલનો સામનો કરીને તેણે 5 ફોર અને 1 સિકસ ફટકારી હતી.

ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા આપવામાં આવેલ ટાર્ગેટનો પીછો કરવા આવેલી UAEની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી. કેપ્ટન ઈશાન અને તીર્થ સતીશ ઓપનિંગ કરવા આવ્યા હતા. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તીર્થ માત્ર 4 રન બનાવીને આઉટ થઈ હતી. પરંતુ ઈશાએ 38 રન બનાવ્યા હતા. રિનિથા રાજીત માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સમાયરા પણ 5 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. UAE તરફથી કવિશાએ ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા કવિશાએ 32 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા.તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. તેણે બે વિકેટ પણ લીધી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાંગ્લાદેશમાં અનામત મુદ્દે થઈ રહેલી હિંસામાં 22 જેટલા ગુજરાતી વિધ્યાર્થીઓ ફસાયા
Next articleઆવનારી ગુજરાતી ફિલ્મ ‘ચોર ચોર’