Home ગુજરાત બાંગ્લાદેશમાં અનામત મુદ્દે થઈ રહેલી હિંસામાં 22 જેટલા ગુજરાતી વિધ્યાર્થીઓ ફસાયા

બાંગ્લાદેશમાં અનામત મુદ્દે થઈ રહેલી હિંસામાં 22 જેટલા ગુજરાતી વિધ્યાર્થીઓ ફસાયા

40
0

(જી.એન.એસ) તા. 21

ઢાકા,

બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત મુદ્દે વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન સતત ઊગ્ર બની રહ્યું છે. દેશમાં અશાંતિને જોતા, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ભારતીય, નેપાળ અને ભૂતાનનાં વિદ્યાર્થીઓ તેમના દેશમાં પરત ફરી રહ્યા છે. ત્યારે ગુજરાતનાં ગોધરાનાં પણ 22 જેટલા MBBS નાં વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં અટવાતા પરિવારજનો ચિંતામાં મૂકાયા છે. આ મામલે બાંગ્લાદેશ સ્થિત ઇન્ડિયન એમ્બેસી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ સરકાર દ્વારા સતત વાતચીત કરવામાં આવી રહી હોવાની માહિતી છે.

બાંગ્લાદેશમાં હાલની અશાંત સ્થિતિને જોતા, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ભારતીય, નેપાળી અને ભૂતાનના વિદ્યાર્થીઓ તેમના દેશમાં પરત ફરી રહ્યા છે. ત્યારે પડોશી દેશમાં સતત બગડતી પરિસ્થિતિને જોતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરે બંગાળમાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર ICP પેટ્રાપોલ, ઘોજાડાંગા LCS ગેદે અને મહાદીપુર ખાતે વિવિધ લેન્ડ ચેક પોસ્ટ્સ તૈનાત કરી છે. આ વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત ફરવા માટે ખાસ હેલ્પ ડેસ્કની સ્થાપના પણ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં 978 ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી પરત ફર્યા છે. મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓને બાંગ્લાદેશમાંથી ડોકી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી લગભગ 80 મેઘાલયના છે અને બાકીના અન્ય રાજ્યોના છે. નેપાળ અને ભૂટાનના કેટલાક વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને પણ બહાર કાઢવામાં આવ્યા છે.

મેઘાલયના સીએમએ કહ્યું કે બાંગ્લાદેશની ઈસ્ટર્ન મેડિકલ કોલેજમાં લગભગ 36 વિદ્યાર્થીઓ ફસાયેલા છે. અમે ત્યાંના અધિકારીઓના સંપર્કમાં છીએ. કોલેજ અને તેની આસપાસની સ્થિતિ સારી છે. જો કે, વિદ્યાર્થીઓના વાલીઓ ત્યાંની પરિસ્થિતિથી ચિંતિત છે.જ્યાં સુધી ભારત સરકાર આ માર્ગ સ્પષ્ટ અને સલામત હોવાની સંપૂર્ણ ખાતરી ન આપે ત્યાં સુધી પરિસ્થિતિ પર નજર રાખવાની જરૂર છે. આ પછી જ વિદ્યાર્થીઓને ભારત લાવવામાં આવશે. બાંગ્લાદેશમાં ભારતીય નાગરિકોની કુલ સંખ્યા આશરે 15,000 હોવાનો અંદાજ છે, જેમાં આશરે 8,500 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકુવૈત શહેરમાં આગ લાગવાની ઘટનામાં એક ભારતીય દંપતી અને તેમના બે બાળકોના કરુણ મોત
Next articleભારતે સતત બીજી મેચ જીતી, ટીમ ઈન્ડિયાએ UAEને 78 રનથી હરાવ્યું