Home મધ્ય ગુજરાત અમદાવાદ હવામાન વિભાગની આગાહી: આગામી 4 દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે...

હવામાન વિભાગની આગાહી: આગામી 4 દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે

31
0

(જી.એન.એસ) તા. 21

અમદાવાદ,

ગુજરાતમાં વરસાદની વાત કરવામાં આવે તો અત્યારે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અત્યારે અતિભારે વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર આજે (22 જુલાઇ) બપોરથી ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરત, નર્મદા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત રાજકોટ, જામનગર, બોટાદમાં ભારે વરસાદ થઇ શકે છે.

23 જુલાઈએ અહીં વરસશે વરસાદ

દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે. કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ અપાયું છે.

24 અને 25 જુલાઈએ અહીં વરસશે ધોધમાર વરસાદ

ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ અપાયું છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને અરવલ્લીમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

ગુજરાતમાં અત્યારે દ્વારકા અને પોરબંદરમાં અતિભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પોરબંદરમાં 40 વર્ષ બાદ પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેના કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી. નોંધનીય છે કે, ભારે વરસાદના પગલે અત્યારે અનેક સ્થળે પાણી ભરાયા હોવાની માહિતી સામે આવી હતી. પરંતુ અમદાવાદ અને ગાંધીનગરમાં અત્યારે મેઘરાજા એટલા મહેરબાન થયા નથી. પરંતુ અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં હાથતાળી આપતા વરસાદ અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાકમાં સારો એવો વરસાદ થવાનો છે.

ખાસ કરીને વાત કરવામાં આવે તો, ચોમાસાની ગતિ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નબળી જોવા મળી રહી છે. પરંતુ જ્યાં બનાસકાંઠા સાઈડ જે વરસાદ ઓછો છે ત્યાં આજથી 24 જુલાઈ સુધી વરસાદનું ભારે જોર રહશે તેવી અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે જે પ્રકારે વરસાદ થઈ રહ્યો તેના કારણે નર્મદા ડેમની સપાટીમાં સારો વધારો અને નર્મદા નદીમાં નવા નીરની આવક બધું પ્રમાણમાં વધશે તેવી આગાહી કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆવનારી ગુજરાતી ફિલ્મ ‘ચોર ચોર’
Next articleરાજ્યના નગરો-શહેરોમાં વસવાટ કરતા લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય