Home ગુજરાત કચ્છ ગાંધીધામની ગળપાદર જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું, નશાની હાલતમાં ઝડપાયા 5...

ગાંધીધામની ગળપાદર જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું, નશાની હાલતમાં ઝડપાયા 5 થી વધુ કેદીઓ

12
0

 (જી.એન.એસ) તા. 21

ગાંધીધામ,

કચ્છના ગાંધીધામમાં એક ખૂબ ચોંકાવનારી ઘટના બની હતી જેમાં ગળપાદર જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દારૂની મહેફિલ માણતા કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો  ઝડપાયાં હોવાનું સામે આવ્યું છે. પોલીસ અધિકારીઓ દ્વારા મધરાતે જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધાર્યું હતું જેમાં દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ  મળી આવ્યો હતો જેને હાલ કબજે  કરી લેવામાં આવ્યો છે. આ સિવાય ત્યાં  બિનવારસી હાલતમાં રોકડા પચાસ હજાર રૂપિયા પણ  મળી આવ્યા છે. જેલમાં આવી મહેફીલો થતી જોઈ પ્રશાસન પર ગંભીર સવાલો ઉભા થાય છે. આપને જણાવી દઈએ  ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા હોવાની ચોંકવનારી વિગતો સામે આવી છે.જેમાં ભચાઉના કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો જેલમાં દારુની મહેફિલ માણતા ઝડપાયાં છે. જણકારી અનુસાર પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડાની સૂચનાના પગલે ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસે મધરાતે જેલમાં દરોડો પાડ્યો હતો. જેના કરને આ સમગ્ર સત્ય બહાર આવ્યું હતું.

ગળપાદર જેલમાં કુખ્યાત અને રીઢા આરોપીઓ દ્વારા સજા ભોગવવાને બદલે જલસા કરવામાં આવતા હોવાની બાતમી મળતા બોર્ડર રેન્જના વડા ચિરાગ કોરડીયા એ કચ્છ પૂર્વ ના પોલીસ વડા સાગર બાગમાર સાથે મળી જેલમાં દરોડા નું આયોજન ઘડી કાઢ્યું હતું. SP સાગર બાગમારે કોઈને ગંધના આવે એ રીતે એલસીબી SOG, સહિતની એજન્સીઓના અધિકારીઓ કર્મચારીઓ, એ ડિવિઝન, બી ડિવિઝન અને આદિપુર પોલીસ સ્ટેશન ના સમગ્ર સ્ટાફ અને અધિકારીઓને એક ખાનગી બસમાં લઈ ગળપાદર જેલ ખાતે પહોંચી ગયા.

જેલ પર પહોંચતાજ ક્યાં કોને શુ કામ કરવાનું છે તે સમજાવી દેવાયું, રાત્રીના અંદાજે 10.30 વાગ્યા ના સુમારે એસ પી સાગર બાગમારના નેતૃત્વ હેઠળનો સમગ્ર કાફલોના તાબડતોબ જેલના દરવાજા ખોલાવી અંદર ઘૂસ્યો, ફરજ પરના જેલર કે સિપાઈઓ કાઈ સમજે વિચારે તે પૂર્વજ ગળપાદર જેલની અલગ અલગ બેરેકો,ચોક્કસ બાતમી વાળી જગ્યા,કેમ્પસ અને જેલના ધાભા પરનો કબજો લઈ લીધો અને પછી શરૂ કરી દીધી ચેકીંગ અને દરોડાની કાર્યવાહી..

આ સમગ્ર ઓપરેશન અંગે મળતી માહિતી મુજબ સિનિયું પોલીસ અધિકારીઓના નેતૃત્વ હેઠળ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જેમાં 6 કેદી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા, કેદીઓ પાસેથી 4 મોબાઈલ, દારૂનો જથ્થો અને 50 હજાર રૂપિયા રોકડ મળી આવ્યા છે.

  • રીઢા ગુનેગારો પાસે થી મોબાઈલ મળી આવ્યા
  • કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા નશા ની હાલત માં દારૂ ના જથ્થા સાથે મળી આવ્યો
  • અન્ય 5 કેદીઓ પણ સાથે દારૂ ની મહેફિલ માણી રહ્યા હતા
  • મોરબી ના હિતુભા ઝાલા, જામનગર ના રઝાક સુપારી, જયંતિ ભાનુશાળી મર્ડર કેસ ના શૂટર પાસેથી મોબાઈલ ,રોકડ રકમ અને દારૂ કબ્જે લીધો
  • જેલ વિભાગના અનેક અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી થશે
  • જેલ વિભાગ દ્વારા અલગ થી સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહી સંભવ

દારૂના નશામાં ઝડપાયેલા કેદીઓના નામ :-

1). મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ ઉ.વ.28 રહે.જુની સુંદરપુરી, ગાંધીધામ

2). રોહિત ગોવિંદભાઈ ગરવા (મારાજ) ઉ.વ.30 રહે.કાર્ગો ઝુપડા, બાપા સીતારામનગર, ગાંધીધામ

3). શિવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા ઉ.વ.32 રહે.નવી મોટી ચીરઈ તા.ભચાઉ

4). ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી ઉ.વ.27 રહે.મ.નં.106 મહેશ્વરીનગર, ગાંધીધામ

5). યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.30 રહે.જુની મોટી ચીરઈ, તા.ગાંધીધામ

6). રોહિતસંગ ઉર્ફે સોનુ રામપ્રસાદસંગ ઠાકુર ઉ.વ.27 રહે.દર્શનગર સોસાયટી, અયોધ્યા, જી.અયોધ્યા (UP) ઉપરોક્ત તમામ હાલે રહે. પુરૂષ યાર્ડ, બેરેક નં.1, ગળપાદર જેલ, ગાંધીધામ

ઉપરોક્ત છ એ કેદીઓ વિરૂધ્ધ કેફી પીણું પીવા સબબ પ્રોહી કલમ-66(1)(B) મુજબ અલગ-અલગ ગુન્હાઓ દાખલ કરાવવામાં આવેલ છે. તેમજ પ્રોહી. કબજામાં રાખવા સબબ પ્રોહી એક્ટ કલમ-65(A) મુજબ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.

મોબાઇલ ફોન મળી આવેલ કેદીઓના નામ

1). યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.30 રહે.જુની મોટી ચીરઈ, તા.ગાંધીધામ

2). સુરજીત દેવીસિંગ પરદેશી ઉ.વ.39 રહે.મુંઢવા, કેશવનગર, તા.મુંઢવા જી.પુના (મહારાષ્ટ્ર)

3). રજાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા ઉ.વ.48 રહે.પંચવટી, વ્યુ મિલન હોટલની પાછળ, જામનગર

4). હીતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા કરણસિંહ ઝાલા ઉ.વ.42 રહે.શકત શનાળા, તા.મોરબી

ઉપરોક્ત ચારેય આરોપીઓ વિરૂધ્ધ પ્રીઝનર એક્ટ કલમ- 42,43,45 મુજબ અલગ-અલગ ગુન્હાઓ દાખલ કરાવવામાં આવેલ છે.

જેલની હાઇ સિક્યુરીટી બેરેકની છત ઉપરથી મળી આવેલ રોકડ રકમ તથા ચાર્જર

> 500 ના દર ની નોટ નંગ-100, કુલ્લે રૂપિયા 50,000/- તથા ચાર્જર નંગ-1 કિં.રૂપિયા 100/-

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત :-

> કાળાં કલરનો એપ્પલ કંમ્પનીનો આઇફોન નંગ-01 , કિ.રૂ.10,000/- (નં.1 વાળાં પાસેથી)

– કુલ 4 મોબાઈલ

> રોકડા રૂપિયા-50,000/- (જેલની હાઇ સિક્યુરીટી બેરેકની છત ઉપરથી મળી આવેલ રોકડ)

> મોબાઇલ ફોનના ચાર્જર નંગ-02, કિ.રૂ.200/-

કુલ્લે કિ.રૂ.1,40,700/-

આરોપીઓ વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાની વિગત :-

1). પ્રોહીબીશન તળે કુલ્લે-૦૭ કેસો ગુના દાખલ કરવામાં આવ્યા

2). જેલની અંદર ગેર કાયદેસર મોબાઇલ ફોનના ઉપયોગ બદલ તેમજ રોકડ રકમ મળી આવેલ તે બાબતે અલગથી ગુન્હો દાખલ કરવામાં આવ્યો

સાગર બાગમારે વધુમાં જણાવ્યું કે જુદી જુદી કલમો મુજબ 8 જુદા જુદા ગુના એ ડિવિઝન પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યા છે, જેલ પ્રશાસન ની શુ ભૂમિકા કે બેદરકારી રહેલ છે તે અંગે તપાસ કરવામાં આવશે અને આગળ ની કાર્યવાહી કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેરળમાં નિપાહ વાયરસથી સંક્રમિત મલપ્પુરમના 14 વર્ષના કિશોરનું મોત અન્ય 4 સંક્રમિત લોકો સારવાર હેઠળ
Next articleડીજીએચએસ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિષ્ણાતો સાથે મળીને ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચાંદીપુરા વાયરસના કેસો અને એક્યુટ એન્સેફેલાઈટીસ સિન્ડ્રોમના કેસોની સમીક્ષા કરી