Home ગુજરાત ગુરુપૂર્ણિમાએ ભાવિક ભક્તોનું ઘોડાપૂર દ્વારકા અને ડાકોરના ઠાકોર ના દર્શને ઉમટ્યું

ગુરુપૂર્ણિમાએ ભાવિક ભક્તોનું ઘોડાપૂર દ્વારકા અને ડાકોરના ઠાકોર ના દર્શને ઉમટ્યું

21
0

(જી.એન.એસ) તા. 21

રવિવારે અષાઢી પૂર્ણિમા હતી, આ દિવસને સદીઓથી ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. નોંધનીય છે કે, ગુરૂ પૂર્ણિમાના દિવસે ધાર્મિક સ્થાનો પર લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. હિંદુ શાસ્ત્રો પ્રમાણે ગુરૂ પૂર્ણિમાના દિવસે ખુબ જ પવિત્ર ગણવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ગુરુ પૂર્ણિમા એ ડાદ્વારકા મંદિરે ભગવાન શ્રી કૃષ્ણ અને ડાકોર ના ઠાકોરના દર્શને ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અહીં ‘કૃષ્ણમ વંદે જગતગુરુ’ ના મંગળા આરતીના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા.

 દર વર્ષે ગુરુપૂર્ણિમાએ ભાવિક ભક્તો દ્વારકા અને ડાકોર જવાનું વધારે પસંદ કરતા હોય છે. જેના કારણે રવિવારે દ્વારકા અને ડાકોરમાં ભાવિ ભક્તોનું ઘોડાપૂર ડાકોરના ઠાકોરના દર્શને ઉમટ્યું હતું. એટલું જ નહીં પરંતુ કૃષ્ણમ વંદે જગતગુરુ ના મંગળા આરતીના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા. આ સાથે સાથે ગુરુપૂર્ણિમા એ ડાકોરના ઠાકોરના મંગળા આરતી ના દર્શન નો લાહવો હજજારોની સંખ્યામાં ભક્તોએ લીધો હતો.

ગુરુપૂર્ણિમાએ ડાકોરના ઠાકોરની મંગળા આરતીના દર્શનનો લાહવો હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો હતા. એટલું જ નહીં પરંતુ મોડી રાતથી દર્શન માટે રાહ જોઈને આતુર ભક્તોએ સવારે 5:15 ના અરસામાં મંગળા આરતીના દર્શન કર્યા હતા. આ સાથે સાથે પગપાળા આવી પહોંચેલા ભક્તોનો થાક દર્શન કરતા જ ઉતસાહમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો પણ અહીં જોવા મળ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વહેલી સવારથી ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ થી ડાકોરની ગલીઓ ગુંજી ઉઠી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article22 જુલાઈ, રાષ્ટ્રીય કેરી દિવસ
Next articleપોલીસ જાપ્તામાંથી ફરાર મોન્ટુ નામદાર ને ગ્રામ્ય એલસીબી દ્વારા ઉદયપુરથી પાછો અમદાવાદ આવતા ઝડપી લેવાયો