Home ગુજરાત રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 206 ડેમ 37 ટકાથી વધારે ભરાયા 

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 206 ડેમ 37 ટકાથી વધારે ભરાયા 

22
0

(જી.એન.એસ) તા. 20

ગાંધીનગર/કેવડીયા,

ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55 ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૩,૬૬૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૧૨,૧૫૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૭.૮૭ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

શનિવારે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 16 જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા, સસોઈ-૨, ફુલઝર-૧, રૂપારેલ, ઉંડ-૩, ફુલઝર-૨, ડાય-મિનસર, વોડીસંગ ડેમ, પોરબંદરના અડવાણા, કાલીન્દ્રીં, સોરઠી અને ફોદારનેશ ડેમ, દેવભૂમિ દ્વારકાના સિંધાણી, સુરેન્દ્રનગરના વાંસલ, કચ્છના કાલાધોધા તથા રોજકોટ જિલ્લાના ફોફળ-૧ ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના ૩૬ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૫ ડેમ ૫૦થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૫૨ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૨.૦૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૯.૮૬ ટકા,મધ્ય ગુજરાતના ૧૭માં  ૩૬.૩૭, કચ્છના ૨૦માં ૨૮.૩૬ તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૬૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે .

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ
Next articleગુજરાતમાં ફળપાકોનું વાવેતર વધારવા રાજ્ય સરકાર દ્વારા “ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાન” શરુ કરાયું