Home દુનિયા - WORLD માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ માઇક્રોસોફ્ટની સર્વિસમાં સમસ્યાનું કારણ જણાવ્યું

માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ માઇક્રોસોફ્ટની સર્વિસમાં સમસ્યાનું કારણ જણાવ્યું

30
0

(જી.એન.એસ),તા.૨૦

મુંબઈ,

વિશ્વની સૌથી મોટી ટેક કંપની માઈક્રોસોફ્ટ માટે આજે સવાર એટલે કે 19 જુલાઈથી બધું સારું રહ્યું નથી. 18 જુલાઈની રાત્રે, માઈક્રોસોફ્ટ સંબંધિત સાયબર સિક્યોરિટી ફર્મ ક્રાઉડ સ્ટ્રાઈકે તેની સિસ્ટમ અપડેટ કરી, જેના પછી માઈક્રોસોફ્ટ સંબંધિત તમામ સેવાઓમાં સમસ્યાઓ જોવા મળી હતી. સીઈઓ સત્ય નડેલાએ માઇક્રોસોફ્ટના સર્વરમાં ખામીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે, જે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું છે. આ નિવેદનમાં સત્ય નડેલાએ માઇક્રોસોફ્ટની સર્વિસમાં સમસ્યાનું કારણ જણાવ્યું છે. માઈક્રોસોફ્ટના સાયબર સિક્યોરિટી સર્વર ક્રાઉડ સ્ટ્રાઈકના સર્વરમાં સમસ્યાના કારણે વિશ્વભરના દેશોમાં એવિએશન, બેન્કિંગ, હોસ્પિટાલિટી સહિત અન્ય ઘણી સેવાઓ પ્રભાવિત થઈ છે.

Crowd Strikeના સર્વરમાં આ સમસ્યા અંગે સત્ય નડેલાએ જણાવ્યું હતું કે ગઇકાલે 18 જુલાઈના રોજ CrowdStrikeએ એક અપડેટ બહાર પાડ્યું હતું, જેણે વૈશ્વિક સ્તરે IT સિસ્ટમને અસર કરવાનું શરૂ કર્યું હતું. અમે આ સમસ્યાથી વાકેફ છીએ અને CrowdStrikeને ટેકનિકલ સપોર્ટ આપી રહ્યા છીએ જેથી વપરાશકર્તાઓને તેમની સિસ્ટમ્સ સુરક્ષિત રીતે પાછી ઓનલાઈન મળે. ભારતની વાત કરીએ તો દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ સહિત અનેક શહેરોમાં એર ટ્રાફિકને અસર થઈ છે. દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, ભોપાલમાં મેન્યુઅલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેન્નાઈ એરપોર્ટ પર 20થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી છે. ભોપાલ એરપોર્ટ પર એક કલાક માટે સેવા ઠપ્પ થઈ ગઈ હતી. આ સિવાય માઈક્રોસોફ્ટની આ સમસ્યાની અસર બેન્કિંગ સેક્ટર પર પણ પડી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (20/07/2024)
Next articleઅનામતને લઇને ચાલી રહેલા વિરોધે બાંગ્લાદેશમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું