જૂનાગઢમાં અતિ ભારે વરસાદથી તારાજી
(જી.એન.એસ) તા. 19
જુનાગઢ,
જૂનાગઢમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે કેશોદ, માંગરોળનો ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયુ છે. કેશોદના સીલોદર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. નોરી નદીમાં પૂર આવતા રસ્તો બંધ થયો છે. સીલોદરના રસ્તા પર જળબંબાકારથી સ્થાનિકોને હાલાકી થઇ રહી છે. જૂનાગઢના માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ગામો ત્રીજી વાર બેટમાં ફેરવાયા છે. સરમાં સમરડા સાંઢા ઘોડાદર ભાથરોટ બગસરા ફૂલરામાં સહિત અનેક ગામો બેટમાં ફેરવાયા છે. અવિરત વરસાદ પડતાં ક્યાંક ખુશી ક્યાંક તારાજી સર્જાઈ છે. ખેડૂતોના ખેતરોમાં નદી જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ મગફળી સોયાબીન કપાસ જેવા પાકોનું વાવેતર કર્યુ છે. ખેડૂતોના સો ટકા પાક નિષ્ફળ જઈ શકે તેવી ભિતી સેવાઈ રહી છે. ઓઝત નદીના પાળા તૂટ્યા બાદ વધુ સ્થિતિ વિકરાળ બની છે.
જૂનાગઢ જિલ્લામા પડેલા અતિ ભારે વરસાદે તારાજી સર્જી છે. જૂનાગઢ જિલ્લાના 75 રસ્તાઓ વરસાદને કારણે બંધ છે. જિલ્લાના 62 ગામ જમીન માર્ગે સંપર્ક વિહોણા બન્યા છે. પરંતુ તંત્રના કંટ્રોલ રૂમ મારફતે તમામ ગામનો સંપર્ક યથાવત છે. ST બસના 14 રૂટ બંધ કરી દેવાયા છે. જિલ્લાના 9 ડેમ ઓવરફ્લો થયા છે. માળીયામા ઇકો કાર ચાલક પાણીમાં તણાઈ ગયો હતો જે મળી આવેલ છે. તંત્ર દ્વારા લોકોને બિન જરૂરી અવરજવર ના કરવા માટે અપીલ કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભાખરવડ ડેમ ફરી વખત ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા ચેતવણી અપાઈ છે. 15 થી વધારે ગામોને એલર્ટ રહેવા ચેતવણી આપી દેવામાં આવી છે, નીચાણવાળા વિસ્તારોનાં ગામો વડાળા, અવાણીયા, ભાખરવડ, માળીયાહાટીના, જાનડી, ઘુમટી, આંબેચા, નાની ધણેજ, મોટી ધણેજ, ગડુ શેરબાગ, ભંડુરી સહિતના વિસ્તારોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જરૂર પડે તો પોલીસ, વહીવટીતંત્રનો સંપર્ક કરવા જણાવાયું છે.
વંથલી,માણાવદર, કેશોદ, માંગરોળમાં વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લાના 75 રસ્તા અસરગ્રસ્ત થયા છે. ઓવરટોપિંગને લીધે 65 ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. જિલ્લામાં એસટીના 14 રૂટ કરાયા બંધ. જિલ્લાના 19માંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે. નદીકાંઠાના 53 ગામડાઓને એલર્ટ કરાયા છે. માંગરોળમાં એક કાચું મકાન ધરાશાઈ થયું છે. માળીયાહાટીનાનાં કાત્રાસા ગામે કાર તણાઇ છે. ઇકો ગાડી ડ્રાઈવર સાથે તણાઈ, જાનહાનિ નહિ. તાલુકામાં 40 એગ્રી ફિડર અસરગ્રસ્ત થયા છે. કંટ્રોલ રૂમમાં 18 ફરિયાદ નોંધાઈ જેનો નિકાલ આવ્યો છે. હજુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિ છે. લોકોને બિનજરૂરી અવર-જવર ન કરવા અપીલ કરવામાં આવી છે. શહેરમાં SDRF અને કેશોદમાં NDRF તૈનાત કરાઈ છે. કોઈપણ વન્યપ્રાણીને જાનહાનિના સમાચાર નહીં. દોલતપરા નજીક વરસાદી પાણી ફરી વળ્યા છે, વરસાદી પાણી દુકાનોમાં ઘૂસતા માલસામાન બગડ્યો છે.માળીયાહાટીના તાલુકાની લાઠોદરિયો નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વાળી વિસ્તારમાં રહેતા લોકોનો ગામ સાથે સંપર્ક તૂટ્યો છે. રસ્તો ધોવાઈ જતા લોકોની અવર જવરમાં મુશ્કેલી વધી છે. વીજપોલ ધરાસાઈ થતા વીજ પુરવઠો ખોરવાયો છે.
જૂનાગઢના માળીયાહાટીનામાં ભારે વરસાદ થયો હતો. મુશળધાર વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું. માંગરોળ-કેશોદ રોડ પર ફરી પાણી ભરાયા હતા. વંથલી, કેશોદ, પોરબંદરમાં વોટર બોમ્બની સ્થિતિ સર્જાઈ હતી. માંગરોલ પાસેના ઓસા ગામ બેટમાં ફેરવાયું હતું. ભાણવડના નવાગામ રોડ પર વરાડી નદીના પાણી ઓવરફ્લો થયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.