Home ગુજરાત સુરતના કુખ્યાત વ્યાજખોર ધર્મેન્દ્ર હંજરા ઉર્ફે લાલી પંજાબીની ઓફિસનું પોલીસ દ્વારા સર્ચ...

સુરતના કુખ્યાત વ્યાજખોર ધર્મેન્દ્ર હંજરા ઉર્ફે લાલી પંજાબીની ઓફિસનું પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન

26
0

(જી.એન.એસ) તા. 18

સુરત,

સુરતના ઉધનાનો કુખ્યાત વ્યાજખોર ધર્મેન્દ્ર હંજરા ઉર્ફે લાલી પંજાબીની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી જેના બાદ પોલીસ તેના રિમાન્ડ મેળવ્યા હતા અને વધુ તપાસ માટે પોલીસે લાલીને સાથે રાખીને તેની ઓફિસમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. લાલી પંજાબીની ઓફિસના ગેટનું તાળું તોડીને ઓફિસમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન, કેટલાંક મહત્વના દસ્તાવેજ પણ પોલીસના હાથે લાગ્યા છે જેમાં, પોલીસને 75 ચેક અને ચેકબુક મળી આવી હતી. હવે આ દસ્તાવેજોનાં જેના આધારે લાલીના આતંક અંગેના ખુલાસા થશે. મહત્વનું છે કે લાલીની મિલકત બાબતે પોલીસ સરકારની એજન્સીને સાથે રાખીને વધુ તપાસ કરશે. વ્યાજખોર લાલી ઉર્ફે ધર્મેન્દ્ર સામે કાયદાકીય સકંજો કસવામાં આવશે. લાલી ઉર્ફે ધર્મેન્દ્રએ હજારો લોકો પાસેથી નિયમ વિરુદ્ધ ઊંચા વ્યાજે પૈસા પડાવ્યાનો આક્ષેપ છે.લોકો પાસેથી 10થી 15 ટકાના વ્યાજની વસુલાત કરીને આતંક મચાવ્યો હોવાની ફરિયાદ છે. ઉધના પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી પાસે 2 લાખની સામે 5 લાખ રૂપિયા વસૂલ્યા છે. આ ઉપરાંત વધુ 3 લાખની માગણી કરી હતી. ફરિયાદીએ 3 લાખ ન આપતા 15 લાખ રૂપિયાની રકમ ચેક પર લખીને બાઉન્સ કરાવવાની ધમકી પણ આપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆરએસએસ ના વડા મોહન ભાગવતનું દેશની પ્રગતિ બાબતે ઝારખંડમાં મોટું બયાન
Next articleગુજરાતનાં 8 જિલ્લામાં જાહેર કરાયુ વરસાદનું રેડ એલર્ટ