Home ગુજરાત વડોદરામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 બાળકોને દાખલ કરવામાં આવ્યા  

વડોદરામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 બાળકોને દાખલ કરવામાં આવ્યા  

19
0

(જી.એન.એસ) તા. 18

વડોદરા,

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થયો છે જેના લીધે વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં અન્ય જિલ્લાઓમાંથી ચાંદીપુરા વાયરસના લક્ષણો સાથે એડમિટ બાળદર્દીઓ પૈકી 4 ના નિધન થયા હોવાનું સામે આવવા પામ્યું છે. જ્યારે હાલ ત્રણ સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરલને પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. હાલ વડોદરામાં 3 ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર લઇ રહ્યા છે.

આ બાબતે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા ઉચ્ચ કક્ષાની મીટિંગ બોલાવીને ચાંદીપુરા વાયરસ સામેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. સાથે જ આવનાર સમયની પરિસ્થીતીઓને પહોંચીવળવા માટે જરૂરી દિશાનિર્દેશ કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ચાંદીપુરા વાયરલના શંકાસ્પદ લક્ષણો સાથે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એડમિટ બાળકો મુળ અન્ય જિલ્લાના છે. તેઓને વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સાથે જ આ બાબતે આરોગ્ય અધિકારી ડો.રિંકી શાહ જણાવે છે કે, છેલ્લા 20 દિવસમાં એસએસજી હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 20 જેટલા કેસો આવ્યા હતા. આ કેસો ચાંદીપુરાના છે તે કહેવું અશક્ય છે. કારણકે આપણી પાસે હજી રિપોર્ટ્સ આવ્યા નથી. 7 બાળકો પૈકી 4 નું મૃત્યુ થયું છે, 2 બાળકોને સાજા થતા વોર્ડમાં શિફ્ટ કર્યા છે. અને એક બાળક આઇસીયુમાં સારવાર લઇ રહ્યું છે. મૃત્યુ પામનાર બાળકો પંચમહાલ અને ગોધરા જિલ્લાના છે. જે બાળકોમાં ઉંચો તાવ, ઝાડા-ઉલ્ટીના લક્ષણો જોવા મળ્યા હતા. કલેક્ટર સાહેબે સારવાર માટે જરૂરી બેડ્સ, દવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગેની માહિતી આપવામાં આવી છે. ખાનગી પીડીયાટ્રીશીયનની પણ મદદ લેવાશે. વર્કશોપનું આયોજન કરવામાં આવનાર છે, જેની વધુ માહિતી સીડીએચઓ મેડમ આપશે. બેડ્સ ફુલ થાય તો અલાયદો વોર્ડ ઉભો કરવો પડે. પરંતુ હાલ તેવું કંઇ જણાતું નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડીસામાં સાસરીયાના ત્રાસથી ઘરમાં જ ગળે ફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવ્યું
Next articleદાહોદના દેવગઢબારિયામાં વનવિભાગના વધુ એક કર્મચારીએ જીવન ટુંકાવતા, અનેક સવાલો ઊભા થયા ..??