Home મનોરંજન - Entertainment નતાશા સ્ટેનકોવિક અને તેનો દિકરો મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા

નતાશા સ્ટેનકોવિક અને તેનો દિકરો મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા

81
0

(જી.એન.એસ),તા.૧૭

મુંબઈ,

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક અને તેનો દિકરો મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હવે એવી ચર્ચા થઈ રહી છે કે, હાર્દિક પંડ્યા અને નતાશા વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે. આ કારણે નતાશા તેના દેશમાં જઈ રહી છે. નતાશા જેક્ટ,પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. તો તેના દિકરાએ પ્રિંટેડ ટીશર્ટ પહેર્યું છે.નતાશાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પણ શેર કરી છે.પહેલા ફોટોમાં પોતાના બેગની ઝલક દેખાડી છે, જેમાં કપડાં પેક કરી રહી છે. તેમણે લખ્યું વર્ષનો આજ સમય છે. આ સાથે તેમણે ઘર, ફ્લાઈટ અને દિલવાળી ઈમોજી પણ મૂકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નતાશા અને અગસ્ત્ય તેના દેશ સર્બિયા માટે ઉડાન ભરી રહી છે. બીજા ફોટોમાં નતાશાએ પોતાની કાર દેખાડી છે. જેમાં તેનો ડોગ ડ્રાઈવરની સીટ પર બેઠો છે.હાર્દિક પંડ્યાએ 2020માં દુબઈમાં નતાશાને પ્રપોઝ કર્યું હતુ. ત્યારબાદ લોકડાઉનમાં બંન્ને લગ્ન કર્યા હતા. તેજ વર્ષે આ દંપતિએ એક દિકરાનું સ્વાગત કર્યું હતુ.

ગત્ત વર્ષ ઉદયપુરમાં તેમણે ઈસાઈ રીતિ-રીવાજ અને હિંદુ રીતિ-રીવાજ સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. હાર્દિક પંડ્યા આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતી વખતે ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે તેને સૌ કોઈ સપોર્ટ કરી રહ્યા હતા પરંતુ આ મુશ્કિલ સમયમાં નતાશા તેની સાથે જોવા મળ્યો ન હતો. અહિથી બંન્ને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હોય તેવી ચર્ચા શરુ થઈ હતી. નતાશા આઈપીએલની એક પણ મેચમાં હાર્દિકને સપોર્ટ કરવા આવી ન હતી. ત્યારબાદ ટી20 વર્લ્ડકપ 2024માં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતની જીતમાં તેનું મહત્વનું યોગદાન જોવા મળ્યું હતુ. આટલા શાનદાર પ્રદર્શન બાદ નતાશાએ હાર્દિક માટે કોઈ પોસ્ટ પણ શેર કરી ન હતી. અંબાણી પરિવારના લગ્નમાં પણ હાર્દિક પંડ્યા તમામ ફંક્શનમાં એકલો જોવા મળ્યો હતો. હવે ઈન્સ્ટાગ્રામની સ્ટોરી જોઈ ચાહકો પરેશાન જોવા મળી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૃક્ષયાત્રા બાદ વૃક્ષ પૂજન કરી 4,500 વૃક્ષોના વાવેતર દ્વારા વૃક્ષમંદિર સમાન પ્રતીક્ષા વનના નિર્માણ માટે સમસ્ત ગ્રામજનો સહભાગી બન્યા
Next articleમુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચરનું ડેલિગેશન