Home ગુજરાત જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

17
0

(જી.એન.એસ) તા. 17

જુનાગઢ,

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસી રહેલા અવિરત વરસાદે ક્યાંક તકલીફો પણ ઊભી કરી છે. જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લામાં સવારથીજ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. માણાવદરના બાટવા ગામથી વરસાદના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે. બાટવા કાપડ બજારમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મેઘાની તોફાની બેટિંગના કારણે બજારમાં વરસાદી પાણી ભરાયા છે. કેટલાક લોકો પણ વરસાદની મજા માણતા નજરે પડ્યા. બીજી તરફ વાવણીલાક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાવળા તાલુકામાં ઝડપાયેલી બોગસ હોસ્પિટલ મામલે કેરાળા જીઆઈડીસી પોલીસે 1 હોમિયોપેથી ડોક્ટરની ધરપકડ કરી
Next articleરશિયાની સેનાના અનુભવોને ધ્યાનમાં લઈને નવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઝડપી પગલા લેવા હવે ભારત છે તૈયાર