Home મધ્ય ગુજરાત અમદાવાદ આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી રોકડ રકમની લૂંટ કરનાર 2 વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે...

આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી રોકડ રકમની લૂંટ કરનાર 2 વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા

19
0

(જી.એન.એસ) તા. 17

અમદાવાદ,

શહેર ક્રાઈમ બ્રાન્ચને વધુ એક ગુનો ઉકેલવામાં સફળતા મળી છે જેમાં, એલિસબ્રિજ વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એક આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરીને રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી. જે મામલે એલિસબ્રિજ પોલીસ મથકે ગુનો પણ નોંધાયો હતો. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લુંટને અંજામ આપનાર બે આરોપીઓને ઝડપી પાડયા છે. એલીસબ્રિજ વિસ્તારમાં લો ગાર્ડન પાસે થયેલી આંગડિયા પેઢીના કર્મચારી સાથેની લૂંટનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. લો ગાર્ડન પાસે આર. કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી રીક્ષામાં બેસી જઈ રહ્યા હતા, ત્યારે એકટીવા પર આવેલા બે શખ્સોએ તેમને આંતરી આંખમાં મરચાની ભૂકી છાંટી એરગનથી હવામાં ફાયરિંગ કરી 40 લાખ રોકડ રકમ ભરેલો થેલાની લૂંટ કરી હતી. જે લૂંટને અંજામ આપનાર જફરઈકબાલ રંગરેઝ અને મોહંમદજાવેદ ઉર્ફે જબ્બો રંગરેઝની ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ દાણીલીમડા બેરલ માર્કેટ પાસેથી ધરપકડ કરી છે. 

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ આ બન્ને આરોપીઓની ધરપકડ કર્યા બાદ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે લૂંટને અંજામ આપવા માટે બંને આરોપીઓએ રિવરફ્રન્ટ પાસેના રવિવારી બજારમાંથી સફેદ કલરનું એકટીવા ચોરી કર્યું હતું. જેના પર સ્પ્રે કલર કરી તે એક્ટાવા કાળા કલરનું કરી તેમજ ખોટી નંબર પ્લેટ લગાડી લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટને અંજામ આપવા માટે એરગન પણ જાવેદે થોડા સમય પહેલા ઓનલાઈન મંગાવી હતી. 10 જુલાઈના રોજ લૂંટને અંજામ આપવામાં આવ્યો તેના એક દિવસ પહેલા એટલે કે 9 તારીખે પણ લૂંટ કરવા માટે બંને આરોપીઓએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ યોગ્ય સમયે એકટીવા શરૂ નહીં થતાં લૂંટ થઈ શકી ન હતી. 

પોલીસ દ્વારા બન્ને આરોપીઓની વધુ તપાસમાં સામે આવ્યું કે લૂંટને અંજામ આપવા માટે ત્રણ મહિનાથી જમાલપુર બ્રિજ નીચે રેકી કરતા હતા. લૂંટને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓએ ફતેવાડીમાં પહોંચી લૂંટ સમયે પહેરેલા કપડાં બદલી અલગ અલગ રીક્ષા દ્વારા પોતપોતાના ઘરે પહોંચ્યા હતા. બંને આરોપી પોતાના ઘરે પહોંચવા માટે પણ બે વખત રીક્ષાઓ બદલી હતી.

ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં વધુ એક મોટી વાત જાણવા મળી હતી કે, આ બન્ને આરોપીઓએ વર્ષ 2023 માં જાન્યુઆરી મહિનામાં જમાલપુર વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારી પર લાકડાથી ફટકો મારી 28 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. જે લૂંટના પૈસા આરોપીએ ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કર્યા હતા, પરંતુ તેમાં તેની સાથે ફ્રોડ થતાં પૈસા ગુમાવ્યા હતા. હાલ તો ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓની ધરપકડ કરી લૂંટના 40 લાખમાંથી 35 લાખ જેટલા રોકડ રૂપિયા કબજે કર્યા છે. આરોપી મહોમદે પાંચ લાખ રૂપિયામાંથી ત્રણ લાખ રૂપિયાથી પોતાનું દેવું ચૂકતે કર્યું હતું અને એક લાખ રૂપિયા સાથીદાર જફરને આપ્યા હતા. આ મામલે આરોપીઓને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયમન તરફ જઈ રહેલું એક ઓઈલ ટેન્કર જહાજ દરિયામાં ડૂબ્યું; 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર લાપતા
Next articleજો સમયસર ITR ફાઈલ ન કરવામાં નહિ આવે તો કેટલો દંડ લાગશે?