Home Uncategorized પોરબંદરમાં હાર્બર મરીન પોલીસે દારુ તથા બિયરનો મોટો જથ્થો ઝડપી પડયો

પોરબંદરમાં હાર્બર મરીન પોલીસે દારુ તથા બિયરનો મોટો જથ્થો ઝડપી પડયો

16
0

(જી.એન.એસ) તા. 16

પોરબંદર,

ગુજરાતમાં દારૂબંધી તો જાણે માત્ર નામ પુરતીજ રહી ગઈ હોય તેવા કિસ્સાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે પણ મહત્વની વાત તો તેમ છે કે આ કાળો કારોબાર કરનાર લોકોની શાન ક્યારે ઠેકાણે લાવવામાં આવશે? અવારનવાર પોલીસ દ્વારા મોટી રકમના દારુ ના જથ્થા પકડવામાં આવે છે, રાજ્ય પોલીસની સ્ટાર્કતના લીધેજ આ ગેરકાયદેસર દારૂનો ધંધો કરનાર લોકોના મનસૂબા સાકાર નથી થઈ રહ્યા.

ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાંથી પોલીસ દારૂનો મોટો જથ્થો પકડી પડયો છે. હાર્બર મરીન પોલીસે દારૂનો જથ્થો પકડયો હતો. આ મામલે હાર્બર મરીન પોલીસે કૂલ રૂ. 34 લાખનો મુદામાલ કબ્જે કરીને ત્રણ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Ek વાડીના ગોડાઉનમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડનાં 512 બોક્સ, જેની અંદર 6144 દારૂની બોટલો, ભારતીય બનાવટનાં વિદેશી દારૂના અલગ-અલગ કંપનીનાં સીલપેક કાચનાં ચપટાનાં બોક્સ 73 કે જેની અંદર 3720 બોટલ, બિયરનાં ટીન બોક્સ 41 જેમાં 984 નંગ, અન્ય બોક્સ મળી કુલ 630 બોક્સ દારૂ અને બિયરના ઝડપાયા છે. સિલ્વર કલરની ઇનોવા તથા દારૂ બોક્સ મળી કુલ 34,12,710 નો મુદ્દામાલ કબજે કરી દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલ આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સાળુંકે તથા પોલીસ સ્ટાફની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી છે. આ કામગીરીમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. સાળુંકે તથા એએસઆઈ આર.એફ. ચૌધરી, બી.ડી. વાઘેલા તથા સર્વેલન્સ સ્કોડના પો. હેડ. કોન્સ. જી.આર.ભરડા તથા પો. કોન્સ. પરબતભાઇ બંધિયા, દીનેશભાઇ બંધિયા પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.

હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં આ બાબતે નોંધાયેલા ગુના મુજબ, કુછડી ગામે એક ટ્રકચાલક કુછવાડી વિસ્તારમાં દારૂનો જથ્થો ખાલી કરી ગયો હતો, જેથી બાતમીના આધારે હાર્બર મરીન પોલીસે કુછડી વાડી વિસ્તારમાં દરોડા પાડી વાડીનાં ગોડાઉનમાંથી વિદેશી દારુ તથા બિયરની ટીનના બોક્સ કબજે કર્યા હતા. આ મામલે સિલ્વર કલરની ઇનોવાના માલિક તથા કુછડી ગામ વેરણ સિમ ખાતેની વાડીની બાજુમાં આવેલ વાડીનાં માલિક તથા અન્ય ટ્રકચાલક સામે ગુનો દાખલ કરાયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંતર રાજ્ય વન પેદાશોના પરિવહન માટેના‘વાહતુક પાસ’થી વેપાર-પરિવહનમાં વધુ ઝડપ-પારદર્શકતાની સાથે ખેડૂતોની આવક વધશે:વન મંત્રીશ્રી મૂળુભાઈ બેરા
Next articleઅભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈનું ડ્રગ્સના રેકેટમાં નામ ઊછળ્યું