(જી.એન.એસ) તા. 15
સુરત,
સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારના દ્રષ્યો જોવા મળ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ભરુચના નેત્રંગમાં સાડા 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. અતિ ભારે વરસાદના કારણે ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે. ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતા એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદ પડતાં તંત્ર દોડતું થયું છે અને બચાવ કામગિરી પણ શરુ કરાઇ છે. આ સાથે ભરૂચના નેત્રંગમાં સાડા 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારથી 24 તાલુકામાં વરસાદ છે . નર્મદા જિલ્લાના તિલકવાડા, નાંદોદમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 68 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. અરવલ્લીના મોડાસામાં 4 ઈંચ, દાહોદ જિલ્લામાં 3 ઈંચ, ઉપરપાડા, ગોધરા, વીરપુરમાં 2.5 ઈંચ, લુનાવાડા, નાદોદ અને નીઝરમાં 1 ઈંચ જ્યારે બાકીના અન્ય તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. આજે સવારે 6 થી 8 કલાકમાં 35 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં નર્મદાના ગરુડેશ્વરમાં બે કલાકમાં જ 5.5 ઈંચ પડ્યો છે. તિલકવાડામાં 2 ઈંચ વરસાદ અને બાકીના તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આજે અતિભાર વરસાદ પડવાની આગાહી કરી છે. ઉ.ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આજે નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે પંચમહાલ, છોટાઉદેપુર, સુરત અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયો છે. આ સાથે આગામી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
આ સાથે ભરૂચના નેત્રંગમાં સાડા 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારથી 24 તાલુકામાં વરસાદ છે . નર્મદા જિલ્લાના તિલકવાડા, નાંદોદમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.