Home Uncategorized હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા, સુરતમાં વરસાદનું આજે રેડ...

હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા, સુરતમાં વરસાદનું આજે રેડ એલર્ટ અપાયું

9
0

(જી.એન.એસ) તા. 16

અમદાવાદ,

આજે (16, જુલાઇ 2024) મંગળવારના રોજ હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા, સુરતમાં વરસાદનું આજે રેડ એલર્ટ અપાયું છે. ગુજરાત રાજ્યમાં હાલ ચોમાસું બરાબરનું જામ્યું છે. રાજ્યમાં  હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા જીલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પવનની ગતિ 35 થી 45 કિમીની રહેશે. વહેલી સવારથી નર્મદાના ગરુડેશ્વરમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં યલો એલર્ટ અપવામાં આવ્યું છે. નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દાદરાનગર હવેલીમાં એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા સહિત વરસાદનું જોર રહેશે. સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહીસાગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

સુરતમાં ભારે વરસાદને પગલે 16 રસ્તાઓ બંધ થયા છે. ઉમરપાડાના 10 રસ્તાઓ બંધ થયા છે. માંડવીના 6 રસ્તાઓ બંધ કરાયા છે. વરસાદે વિરામ લેતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી પાણી ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ યથાવત જોવા મળ્યું છે.

છોટાઉદેપુરના બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અલીપુરા, બીઓબી બેંક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાહનચાલકો સહિત લોકોને હાલાકી પડી રહી છે. અલીપુરા ઠેર ઠેર ગટરોના ગંદા પાણી ઉભરાયા છે. ગંદા પાણી ઉભરાતા રોગચાળાનો ભય ફેલાયો છે.

બનાસકાંઠાના ધાનેરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. અસહ્ય ગરમી બાદ ધાનેરામાં વરસાદનું આગમન થયું છે. પવન સાથે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. વરસાદ આવતા બાજરી, મગફળીના પાકને જીવનદાન મળ્યું છે.

ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદની પધરામણી થઈ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વર્ષા થવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરીજનો વરસાદથી ભીંજાઈ રહ્યા છે. બફારો દૂર થયો હોય તેમ લાગી રહ્યું છે. વાતાવરણમાં ચારેકોર ઠંડક પ્રસરાઈ ગઈ છે. શાહીબાગ, એરપોર્ટ સર્કલ, વાડજ, નવરંગપુરા, સાબરમતી, આશ્રમ રોડ, સેટેલાઈટ, બોપલ, એસ જી હાઈવે, ગોતા ઈન્દિરા બ્રિજ, પાલડી, રાણીપ, લો ગાર્ડન, મણિનગર, વસ્ત્રાપુર, ખોખરા, નવા નરોડા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહવામાન વિભાગ આગામી ચાર દિવસ ગુજરાતના દક્ષિણ ભાગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી
Next article15 જુલાઈ- વિશ્વ યુવા કૌશલ્ય દિવસ; કૌશલ્યવાન ગુજરાત:  વર્ષ 2024થી કૌશલ્યા યુનિવર્સિટીની નવી પહેલ