Home Uncategorized ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપરથી BSF ના જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પડી,...

ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપરથી BSF ના જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પડી, હાથયારો કબજે કર્યા

10
0

(જી.એન.એસ) તા. 15

ફાઝિલ્કા,

પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરથી BSF ના જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. BSF ના જવાનોએ ડ્રોનને તોડી પાડી પિસ્તોલ કબજે કરી છે. અહી ઉલ્લેખનીય છે કે, આ સર્ચ ઓપરેશન દરમિયાન, ડ્રોનની સાથે એક શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું, જે પીળા રંગની પેકિંગ સામગ્રીમાં લપેટાયેલું હતું. પેકેટ સાથે એક નાની પ્લાસ્ટિક ટોર્ચ સાથે મેટલની વીંટી પણ જોડાયેલી મળી આવી હતી. પેકિંગ ખોલતા અંદરથી ત્રણ પિસ્તોલ અને 7 ખાલી પિસ્તોલ મેગેઝીન મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ઝડપાયેલ આ ડ્રોન ચીનની બનાવટનું હતું તેવું સામે આવ્યું છે.

ભારતીય સેનાના BSF જવાનોએ પાકિસ્તાનીઓના મનસૂબા ઉપર પાણી ફેરવ્યું હતું. જવાનોએ પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડ્યું હતું. વારે 5:30 વાગ્યે સર્ચ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ પેકેટ સાથે ડ્રોન મળી આવ્યું હતું. પેકેટ પીળા રંગની પેકિંગ સામગ્રીમાં લપેટાયેલું હતું. પેકેટમાંથી મેટલની વીંટી અને પ્લાસ્ટિકની નાની ટોર્ચ પણ મળી આવી હતી. પેકિંગ ખોલતા અંદરથી ત્રણ પિસ્તોલ અને સાત ખાલી પિસ્તોલ મેગેઝીન મળી આવ્યા હતા.

અગાઉ પણ બાતમીના આધારે બીએસએફના જવાનોએ આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે કિલચે ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જ્યાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના ખેતરમાંથી હેરોઈનનું પેકેટ મળી આવ્યું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર, પેકેટ પીળા રંગની ટેપમાં લપેટાયેલું હતું અને તેની સાથે એક ગોળ ધાતુની વસ્તુ પણ જોડાયેલી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો 
Next articleદહેગામ તાલુકાના જૂના પહાડીયા ગામને રાતોરાત વેચી નાખવાના કેસમાં પોલીસ ચાર આરોપીની દરપકડ કરી