Home ગુજરાત ઉત્તર ગુજરાત પાટણ જીલ્લાના રાધનપુરમાં 7 વર્ષની બાળકીની સાંપ કરડવાથી મોત

પાટણ જીલ્લાના રાધનપુરમાં 7 વર્ષની બાળકીની સાંપ કરડવાથી મોત

29
0

(જી.એન.એસ) તા. 14

રાધનપુર,

પાટણના રાધનપુરમાં એક ખુબજ દુઃખદ ઘટના બની હતી જેમાં, એક 7 વર્ષની માસૂમ બાળકીને સાપ કરડયા બાદ તેનું મોત થયું છે. રાધનપુરના શેરબાગ વિસ્તારમાં ઘરમાં સૂતેલી બાળકીને સાપ કરડ્યો હતો. પરિવારને જાણ થતાં બાળકીની તપાસ કરી તો બેભાન અવસ્થામાં હતી. પરંતુ સમયસર સારવાર ન મળતાં બાળકીનું મોત થયું છે. આ દુઃખદ ઘટના બનતા નાના બાળકો ના માતા-પિતા એ પોતાના બાળકોનું ચોમાસાની ઋતુમાં ખાસ ધ્યાન સાથે સાવચેતી રાખવી જોઈએ તેમ સૂચવે છે. પાટણ જીલ્લાના રાધનપુરમાં 7 વર્ષની બાળકી રાત્રે ઘરમાં સૂઈ રહી હતી. બાળકીને રાત્રે સાપ કરડ્યો તો બાળકી રડી રહી હતી તો પરિવારે મધમાખી કરડી હોવાનું માની પરિવારે બાળકીને હળદર લગાવી સુવડાવી દીધી હતી. કલાકો બાદ ઘરમાં સાપ નજરે ચઢતા બાળકીને સાપ કરડ્યો હોવાનું સામે આવતા બાળકી ઘરે બેભાન અવસ્થામાં હતી. આથી ગભરાઈને બાળકીના પરિવારે બૂમાબૂમ કરી બાળકીની તપાસ કરી હતી, પણ યોગ્ય સમયે સારવાર ન મળતાં આખરે બાળકીનું મોત નિપજ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખેડામાં કુરિયરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી એલસીબી પોલીસે ઝડપી પાડી
Next articleતમિલનાડુમાં આર્મસ્ટ્રોંગની હત્યાના આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં કર્યો ઠાર