Home Uncategorized હવામાન વિભાગ આગામી ચાર દિવસ ગુજરાતના દક્ષિણ ભાગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત...

હવામાન વિભાગ આગામી ચાર દિવસ ગુજરાતના દક્ષિણ ભાગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી

17
0

(જી.એન.એસ) તા. 14

અમદાવાદ,

ગુજરાત માથે એકસાથે ત્રણ વિવિધ સિસ્ટમ સક્રિય થતા 

હવામાન વિભાગ દ્વારા આજથી (15 જુલાઈ) આગામી ચાર દિવસ માટે ગુજરાતના દક્ષિણ ભાગમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાત માથે એકસાથે ત્રણ વિવિધ સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસો મેઘરાજા મનમૂકીને વરસશે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં પણ આજે (15 જુલાઈ) ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતના ઉપરી ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સાથે જ વેસ્ટન ડિસ્ટર્બન્સની પણ અસર છે. ઉપરાંત ગઈકાલ સુધી મહારાષ્ટ્રથી કેરળના ઉત્તર ભાગ સુધી ઓફશોર ટ્રફની રચના થઈ હતી, જે આજે ગુજરાતના દક્ષિણ ભાગથી કેરળ સુધી સક્રિય થયું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી કરવામાં આવે છે, તેમ છતાં વરસાદ વરસતો નથી. પરંતુ ગઈકાલે (14  જુલાઈ) શહેરના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદી ઝાપટાં પડતા શહેરીજનોને ગરમીમાંથી અંશતઃ રાહત મળી હતી. ત્યારબાદ આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સાથે જ તાપમાનનો પારો વધુ રહેતા શહેરીજનો ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આજે અમદાવાદ અને ગાંધીનગર શહેર માટે સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જો કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી મહારાષ્ટ્રના મુંબઇ સહિત ગુજરાતના દક્ષિણ ભાગમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. હજુ પણ આગામી ચાર-પાંચ દિવસ દક્ષિણ ગુજરાતવાસીઓ વરસાદથી ભીંજાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસ માટે દક્ષિણના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દીવ અને અમરેલીમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમણિપુરમાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 1 જવાન શહીદ અને 3 ઘાયલ 
Next articleહવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા, સુરતમાં વરસાદનું આજે રેડ એલર્ટ અપાયું