(જી.એન.એસ) તા. 14
મહેસાણા/પુણે,
દેશ અને ગુજરાતની પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે એક ઇતિહાસ રચી દીધો છે. તસનીમ મીરે પુણેમાં ચાલી રહેલા વીવી નાટુ ઓલ ઈન્ડિયા સિનિયર રેન્કિંગ બેડમિન્ટ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા ફાઈનલમાં સ્થાન હાંસલ કર્યું છે. મહેસાણાની બેડમિન્ટન ખેલાડીએ ક્વાર્ટર ફાઈનલમાં ટોપ સીડ ખેલાડી અને આસામની ઈશારાની બારુઆહને 9-21, 25-23, 21-18થી માત આપી હતી. જ્યારે તસનીમે સેમીફાઈનલ મેચમાં પંજાબની ખેલાડી તન્વી શર્માને 21-15, 21-11થી હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.ફાઈનલમાં ગુજરાતની તસનીમ મીરનો સામનો હરિયાણાની દેવિકા શિઆગ સાથે થશે. તસનીમ મીર હાલ શાનદાર ફોર્મમાં છે. તેણે હાલમાં જ ફ્રાન્સમાં યોજાયેલ સેન્ટ ડેનિસ રિયુનિયન ઓપન ઈન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સમાં ટાઈટલ જીત્યું હતું.
ગુજરાતની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે સમગ્ર વિશ્વમાં દેશ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તસનીમ મીર મહેસાણાની બેડમિન્ટન ખેલાડી છે, અને તેને પોતાની રમતને બતાવતા આંતરરાષ્ટ્રીય સ્તરે જુનિયર ખેલાડી તરીકે વિશ્વ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. તસનીમ મીર મહેસાણાના પોલીસકર્મીની પુત્રી છે.
કહેવાય છે કે, કોઈપણ વ્યક્તિની સફળતા પાછળ બીજા કોઈ વ્યક્તિનો હાથ હોય છે. તેમ તસ્નીમની સફળતા પાછળ તેના પરિવારનો અને ખાસ કરીને તેના પિતાનો હાથ છે. તસ્નીમના પિતા પોલીસકર્મી છે. છતાં તેમની દીકરી માટે સમય ફાળવીને એક કોચની ભૂમિકા અદા કરીને, રોજ આઠ-આઠ કલાક તસ્નીમને પ્રેક્ટીસ કરાવે છે. અને તેનું પરિણામ આજે સૌ કોઈ જોઈ શકે છે.
તસ્નીમના પિતા ઈરફાન મીરનું સપનું છે કે, તેમની દીકરી આગામી 2024ની ઓલમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવે. તો બીજી બાજુ તસ્નીમનો 9 વર્ષીય નાનો ભાઈ મહોમ્મદ પણ છેલ્લા ત્રણ વર્ષથી રોજના 3 કલાક બેડમિન્ટનની પ્રેકટીસમાં લાગી ગયો છે. જે જોતા બીજો ચેમ્પિયન પણ મહેસાણાને જલ્દી મળી જાય તો પણ નવાઈ નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.