Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિકના સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની...

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિકના સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના 

30
0

(જી.એન.એસ) તા. 13

અમદાવાદ,

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિકના સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. એસીના બ્લાસ્ટ અંગે સ્કૂલ દ્વારા કોઈ પણ પ્રકારની જાણકારી ન આપતા વાલીઓ ગુસ્સે ભરાયા હતા.  એસીમાં બ્લાસ્ટના લીધે લાગેલી આગથી બાળકો પણ ડરી ગયા હોવાનું વાલીઓએ કહ્યું હતું. શેલામાં આવેલી શાતિ એશિયાટિકમાં એસીમાં આગ લાગવાને કારણે આગ ફાટી નીકળી હતી. જેને પગલે ક્લાસરૂમ ધુમાડાથી ભરાઈ ગયો હતો અને વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. જેને પગલે વાલીઓએ ડીઈઓ કચેરીએ જઈને હોબાળો મચાવ્યો હતો. તો બીજી તરફ સ્કૂલે મોકડ્રીલ હોવાનું કહી ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગને પગલે અનેક વાલીઓએ તેમનાં બાળકોને સ્કૂલે ન મોકલવાનો નિર્ણય કર્યો હતો.

શાંતિ એશિયાટિક શાળામાં લાગેલી આગને ચોંકાવનારા CCTV ના દ્રશ્યો સામે આવ્યા છે. મહત્વની વાત તો તે છે કે, CCTV ના દ્રશ્યો જ પુરાવા આપે છે આ ઘટના ને છાવરી લેવામાં આવી છે. જાણે બાળકોની જીવનની કોઈ કિંમત જ નથી. એટલું જ નહીં પરંતુ પ્રાથમિક તપાસમાં સ્કૂલ સંચાલકોએ આગની વાત મોકડ્રિલમાં ખપાવી હોવાનું પણ સામે આવ્યું છે. શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. ફાયરનાં સાધનો એક્સપાયર થવા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. વાલીઓએ સ્કૂલ અંદર જઈને જાતે જ ફાયરનાં સાધનોની તપાસ કરી છે. સ્કૂલના સંચાલકો યોગ્ય જવાબ ન આપતા હોવાનો વાલીઓનો આરોપ છે.

શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગની આ ઘટના 11 જુલાઈના રોજ બપોરના બેથી અઢી વાગ્યા વચ્ચે બની હોવાનું કહેવાઇ રહ્યું છે. ડીઇઓના જણાવ્યા મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ આ સ્કૂલની બેદરકારી છે. બધી ચકાસણી થશે. વાલીઓની ફરિયાદ ધ્યાનમાં લીધી છે.

સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વાલીઓને કહેવામાં આવી રહ્યું છે કે, આ એક મોકડ્રીલ હતી. વાલીઓ આ ઘટનાને લઈ ચિંતિત છે. વાલીઓનું કહેવું છે કે જો મોકડ્રીલ હોય તો ગ્રાઉન્ડમાં કરવામાં આવે આ રીતે બીજા માળે ન થવી જોઈએ. વાલીઓને જાણ કર્યા વગર મોકડ્રીલનું આયોજન ન થવું જોઈએ. વિદ્યાર્થીઓએ જ શિક્ષકોને જાણ કર્યાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. સ્કૂલમાં કોઈપણ મોકડ્રીલ ન થવાનો વાલીઓ આરોપ લગાવી રહ્યા છે. વાલીઓ કહી રહ્યા છે કે સ્કૂલના સંચાલકો દ્વારા ખોટું બોલવામાં આવી રહ્યું છે.

મહત્વની વાત છે કે, હાલ તો આગની ઘટના છૂપાવ્યા બાદ શાંતિ એશિયાટિક શાળા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શાંતિ એશિયાટિક શાળાને બંધ કરવા નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, સત્તાવાર રીતે શાળાની તપાસ પૂર્ણ ના થયા ત્યાં સુધી શાળા બંધ રહેશે તેવી નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી શાળા બંધ રહે ત્યાં સુધી બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે. જો કે, તેમાં જરૂરી તમામ તપાસ પૂર્ણ કર્યા બાદ જ શાળાને ઓફલાઇન શિક્ષણ શરુ કરવા મંજુરી અપાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleધોલેરા-ભીમાનાથ ૨૩.૩૩ કિલોમિટર નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી કેન્દ્ર સરકારે કરી
Next articleકર્ણાટકના રાજ્યપાલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીને મળ્યા