Home ગુજરાત ઉત્તર ગુજરાત પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાંથી એલસીબી પોલીસે દારુ સહિત 7,84,000નો મુદ્દામાલ જપ્ત કર્યો

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાંથી એલસીબી પોલીસે દારુ સહિત 7,84,000નો મુદ્દામાલ જપ્ત કર્યો

31
0

(જી.એન.એસ) તા. 13

પોરબંદર,

ફરી એક વાર નશાનો કાળો કારોબાર કરતાં લોકોના મનસૂબા પર પાણી ફરવીનાખતી પોરબંદર પોલીસ, પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બોરડી વિસ્તારમાંથી પોરબંદર એલસીબીને મળેલ બાતમી આધારે રેડ કરવામાં આવી હતી તેમાં એક આઇસર ટ્રક પકડાઈ હતી જેમાંથી 80 બોક્સ અને 960 બોટલો મળી આવી હતી. જો કે હજુ ટ્રક ડ્રાઇવર હાથ લાગ્યો નથી.

પોરબંદર એલસીબીના જણાવ્યા મુજબ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા વખતો વખત પોરબંદર જીલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચનાઓ તથા માર્ગદર્શન અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેકટર આર કે કાંબરીયા તથા એલસીબી સ્ટાફના માણસો રાણાવાવ પોસ્ટે વિસ્તાર પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન એલસીબી હેડ કોન્સ્ટેબલ હીમાંશુભાઇ મક્કા તથા ગોવિંદભાઈ મકવાણા તથા કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરાને સંયુકત રીતે મળેલ હકીકત આધારે, બોરડી ગામથી જામસખપુર ગામ તરફ જતા જાહેર રસ્તામાં આઇસર ટ્રક રજી.નં.GJ-16-AW-6982 માં ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટીંગ થવાનું હોવાની હકિકત આધારે હકિકતવાળી જગ્યાએ રેડ કરવામાં આવી હતી.

પોરબંદર એલસીબી દ્વારા કરવામાં આવેલ રેડમાં આઇસર ટ્રક રજી.નં.GJ-16-AW-6982 નો મળી આવેલ જેની ઝડતી તપાસ કરતા ટ્રકમાં કોઇ હાજર મળી આવેલ નહીં પરંતુ ટ્રકની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની શીલપેક કાચની બોટલો ભરેલ પુઠ્ઠાના બોક્ષ નંગ-80 બોટલો નંગ-960 કિંમત રૂપિયા 03,84,000 નો મુદામાલ તથા મળી આવેલ આઇસર ટ્રક રજી.નંબર GJ-16-AW-6982 કિંમત રૂપિયા 04,00,000 મળી કુલ કિંમત રૂપિયા 07.84,000 મળી આવતા આઇસર ટ્રક રજી.નંબર GJ-16-AW-6982 ના ચાલક વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજી. કરવામાં આવેલ છે.

આ રેડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની શીલપેક કાચની બોટલો ભરેલ પુઠ્ઠાના બોક્ષ નંગ-80 બોટલો નંગ-960 કિંમત રૂપિયા 03,84,000 નો મુદામાલ તથા મળી આવેલ આઇસર ટ્રક રજી.નંબર GJ-16-AW-6982 કિંમત રૂપિયા 04,00,000 મળી કુલ કિંમત રૂપિયા 07,84,000 જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅક્ષય કુમાર કોરોના પોઝિટિવ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નનો ભાગ નહીં લઇ શકે
Next articleવડોદરા મહાનગર પાલિકા અને ઇન્ડિન ઓઇલ કોર્પોરેશન વચ્ચે આગામી 15 વર્ષ માટે વોટર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો