(જી.એન.એસ) તા. 13
સુરત,
રાજ્યમાં નબીરાઓ દ્વારા અકસ્માત કરવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરતમાં મોડી રાતે વેસુ કેનાલ (આઇકોનિક) રોડ પર જીડી ગોયેન્કા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઉભેલી આઠથી દસ બાઇકને અડફેટે લઇ લીધી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી નથી. જો કે, લોકોએ પીછો કરી નબીરાને પકડી પોલીસને સોંપ્યો હતો. વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વાહનચાલકને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત અંગે પોલીસને જાણ થતા થોડીવારમાં પીસીઆર વેન પણ પહોંચી ગઈ હતી અને કારચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ, કારચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.