Home ગુજરાત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિવિધ શાળાઓમાં 7.70 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ...

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિવિધ શાળાઓમાં 7.70 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ શૈક્ષણિક સંસાધનોનું દાન કરી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે

29
0

(જી.એન.એસ) તા. 13

વડોદરા,

ભવ્ય ભારત ફાઉન્ડેશન તથા નીરવદ્ય ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ સમિતિની 7 શાળાઓમાં કોડિંગ લેબ, મેથ્સ લેબ તેમજ નોટબુકના વિતરણનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને “પ્રોજેક્ટ જ્ઞાનોદધી” નામ આપવામાં આવ્યું છે. જેની સાંસદ ડો. હેમાંગ જોશીએ શરૂઆત કરાવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત 7 વિવિધ શાળાઓમાં 7.70 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ શૈક્ષણિક સંસાધનોનું દાન કરી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેમાં 10 કમ્પ્યુટર ધરાવતી લેબોરેટરી, 2 નમો યુવા કોડીંગ કેન્દ્ર, 4 મેથેમેટિક્સ સ્ક્વેર અને 2000 નમો નોટબુક્સનો સમાવેશ છે.

વડોદરા શહેરના સાંસદ ડો. હેમાંગભાઈ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારના આયોજનથી આગામી સમયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના વિદ્યાર્થીઓ વડાપ્રધાન દ્વારા વિકસિત ભારતનું જે સ્વપ્ન જોવામાં આવ્યું છે. તે સાકાર કરવામાં મદદ મળશે. પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનીષભાઈ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની તમામ શાળાઓનો સમાવેશ આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવશે અને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ તમામને મળી રહે તે દિશામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવશે. રૂકમિલભાઈ શાહ અને રંગમભાઇ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરામાં આ મુજબ કોડિંગ લેબ અને રોબોર્ટિકસ લેબ શરૂ કરવામાં આવનાર છે. તેમજ મેથ્સ સાયન્સ લેબ પણ વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવનાર છે. આગામી સમયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની વધુ ને વધુ શાળાઓનો સમાવેશ કરી શકાય તેવો પ્રયત્ન અમારા દ્વારા કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાણસા તાલુકાના ચડાસણા ગામ ખાતે “પ્લાસ્ટિક મુક્ત ગામ” ઝુંબેશનું આયોજન કરાયું
Next articleવાયુ ગુણવત્તા, જળવાયુ પરિવર્તન, વન, પ્રાકૃતિક સંસાધનો, નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો અને વન્યજીવન પર ભારત અને ભૂટાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક