(જી.એન.એસ) તા. 13
અમદાવાદ,
પશ્ચિમ રેલવેમાં અન્ય રાજ્યમાંથી વિવિધ લાંબા અંતરની ટ્રેનોમાં ચોરી કરતો દિલ્હીના એક ચોરને અમદાવાદ રેલવે સ્ટેશન પરથી અમદાવાદ રેલવે એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે, તેની પૂછપરછમાં અમદાવાદના ત્રણ ગુના અને બરોડા રેલવે સ્ટેશન નો એક ગુનો મળી કુલ ચાર ગુના ઉકેલવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરતા રેલ્વે યાત્રીઓના માલ સામાનની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી આ બાબતે એડિશનલ ડીજીપી રાજકુમાર પડિયાન એ રેલવેના રેન્જ આઈ જી રાઠોડ અને એસ.પી કડકપણે વિવિધ ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવાનો આદેશ આપ્યો હતો જેના આધારે અમદાવાદ રેલવે એલસીબી ને અમદાવાદ રેલવે સ્ટેશન પર તે દિલ્હીથી ચોરી કરતો એક યોર આઝાદ ખાન ગુલામ ખાન ને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશનના તેમજ બરોડા રેલવે સ્ટેશન નો એક ગુનો ઉકેલોમાં અમદાવાદ રેલવે એલસીબી પોલીસે સફળતા પ્રાપ્ત કરી છે આ સંદર્ભે અમદાવાદ એલસીબી પીઆઇ જી.એચ ગઢવીએ આરોપી ચોરને આઝાદ ખાન ગુલામ ખાન વિરુદ્ધ ચોરીનો ગુનો નથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.